વડોદરાઃ ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા બાદ બાળકીની હાલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકીની સ્થિતિ હજુ પણ નાજુક છે,,બાળકી પ્રતિભાવ નથી આપતી શકતી અને તેના બ્લડપ્રેશરમાં વધઘટ થઈ રહી છે. ઓપરેશન અને અન્ય સારવાર પછી પણ બાળકની શરીરમાંથી ઈન્ફેક્શન દૂર નથી થયું. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગના 10થી વધુ ડૉક્ટર્સની ટીમ બાળકીની સારવાર કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 ડિસેમ્બરે ભરૂચના ઝઘડિયામાં એક 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ ગુજરાતીઓને હચમચાવી નાખ્યા હતા. આ બાળકીની છેલ્લા આઠ દિવસથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પરંતુ હજુ તેની સ્થિતિ ગંભીર છે. 10 વર્ષીય બાળકી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા એક દિવસથી બાળકીની સ્થિતિ વધુ ગંભીર જોવા મળી છે. ડોક્ટરોની ટીમ બાળકીનો જીવ બચાવવા માટે સતત ખડેપગે છે. 


આ પણ વાંચોઃ કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ


પ્રાપ્ત વિગત અનુસાર બાળકીને છેલ્લા બે દિવસની અંદર ત્રણ બોટલ લોહી ચડાવવામાં આવ્યું છે. દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીની સારવાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ બાળકી બાળરોગ વિભાગમાં દાખલ છે. બળાત્કાર બાદ બાળકીની સર્જરી કરવામાં આવી હતી, પરંતુ હજુ તે ભાનમાં આવી નથી. ડોક્ટરો માટે પણ આ સ્થિતિ પડકારજનક છે. આ બાળકી પર નરાધમે ક્રૂરતા સાથે બળાત્કાર કર્યો હતો. બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 


ભરૂચમાં 16 ડિસેમ્બરે આ ઘટના બની હતી એટલે કે આજે આઠમો દિવસ થયો છે. બાળકીના માતા-પિતા પણ હોસ્પિટલમાં સતત હાજર છે અને જલ્દી દીકરી સાજી થાય તેવી કામના કરી રહ્યાં છે. બાળરોગ વિભાગના નિષ્ણાંત ડોક્ટરો 24 કલાક બાળકીની સારવારમાં હાજર છે. રાજ્ય સરકાર દ્વારા પણ બાળકીની સારવારમાં કોઈ કચાસ ન રહે તેની સૂચનાઓ આપવામાં આવી છે. આ બાળકીની અત્યાર સુધી બે વખત સર્જરી થઈ છે, પરંતુ હજુ તેની સ્થિતિમાં સુધાર થયો નથી.