હેમલ ભટ્ટ/ વેરાવળ : વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનીવર્સિટી ખાતે  ત્ર‍િદિવસીય “ભાષ્ય પરંપરા અને જ્ઞાનપ્રવાહ” વિષય પર આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિસંવાદ સંમેલનન યોજાયુ. જેમા ગુજરાત સીવાયના અનેક રાજયો તેમજ વિદેશમાંથી પણ લોકો આ પરીસંવાદ માં ભાગ લેવા આવેલ. સંસ્કૃત વિદ્વાનોની હાજરીમાં સંમેલનનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. ત્ર‍િદિવસીય સંમેલનમાં ભારતના અંદાજીત ૨૦ તથા વિદેશોના મળી કુલ ૪૨ જેટલા સંસ્કૃતનાં વિદ્વાનો અને કવિઓ હાજર રહ્યા હતા. સંમેલનમાં કુલ ૪૩ જેટલા સંસ્કૃતનાં અધ્યાપકો-વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું છે. દેશ-વિદેશ અને રાજયમાંથી ૧૭૫થી વધુ સંસ્કૃતનાં વિદ્વાનો હાજર રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LRD વિવાદ: બિન અનામત વર્ગના આગેવાનોની સરકાર સાથે બેઠક પૂર્ણ, પણ ગૂંચવાડો હજુ પણ યથાવત


આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ગોપબંધુ મિશ્રએ કહ્યું કે, સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીએ જર્મની સ્થિત હૈડલબર્ગ યુનિવર્સિટી સાથે એક આંતરરાષ્ટ્રીય MoU કરીને વર્ષ ૨૦૧૯માં એક કાર્યશાળા આયોજીત કરી હતી. ત્‍યાંની યુનિવર્સિટીથી ડો.આનંદ મિશ્રા સાથે કાર્યશાળામાં થયેલ ચર્ચામાં આ ત્રિદિવસીય પરિસંવાદનું બીજ રોપાયું હતુ.  भाष्यावाश्यं जगत् इदम् ના મંત્ર સાથે “भाष्यपरम्परा ज्ञानप्रवाहश्च”  વિષય પર ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ (સંમેલન)નું આયોજન એક વર્ષ પૂર્વે આરંભ કરવામાં આવ્યો હતો.


અમદાવાદ: મોટેરા સ્ટેડિયમ નજીકથી વિશાળ ખાડો મળી આવતા તંત્ર દોડતું થયું !


આ પરિસંવાદનો મુખ્ય હેતુ સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર થાય તેમજ આપણી સંસ્કૃતી અને પરંપરા જીવંત રહે તેના માટેનો છે, તેમજ હાલના ડીઝીટલ યુગમાં પણ સંસ્કૃત ભાષાનો વ્યાપ વધે તેવો એક પ્રયાસ વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટીનો કાયમ માટે રહેશે. વિદેશની ધરતીથી આ સંમેલનમા ભાગ લેવા જર્મની પધારેલા ભારતિય ભાષ્ય પરંપરા જ્ઞાનના પ્રવાહને કઇ રીતે આગળ વધારે છે. તે વિષય પર અત્યંત ઉંડાણ પૂર્વકની ચર્ચા અને ભારત દેશના વિવિધ પ્રાંતોમાંથી ઉપસ્થિત વિદ્વાનો આ મુદ્દે વિચાર વિમર્શ કર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube