અયોધ્યા રામ મંદિરના ચુકાદા અગાઉ અતિસંવેદનશીલ જુહાપુરામા અનોખુ સંમેલન
અયોધ્યા મંદિર- બાબરી મસ્જીદ વિવાદનો ચુકાદો આવવાનો છે તે અગાઉ અમદાવાદના અતિસંવેદનશીલ ગણાતા જુહાપુરામા સંમેલનનું આયોજન કરાયું હતું
અમદાવાદ : શહેરના જુહાપુરા વિસ્તારમાં સમગ્ર દેશને ઉદાહરણ પુરો પાડતા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. સમગ્ર દેશની જેની પર નજર છે એવો અયોધ્યાનો ચુકાદો થોડા દિવસોમાં આવાનો છે. જેને ધ્યાનમાં રાખીને ક્યાય પણ માહોલ ન બગડે તે માટે જાગૃતી લાવવાનો પ્રયાસ શહેરના સંવેદનશીલ ગણાતા જુહાપુરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમમાં અનોખુ અને આવકારદાયક પગલુ ભરવામાં આવ્યું હતું.
ગુજરાત કુદરતી આફતોનું ઘર બન્યું, તોફાનો બાદ ભૂકંપના 3 આંચકાઓથી ફફડાટ
વડોદરા : પોલીસનો પગાર સરકારને પોસાતો નથી એટલે અમારો તોડ કરે છે, કહી શખ્સ રોડ પર સુઇ ગયા
અમન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકોને રજુઆત કરાઈ હતી કે સુપ્રિમ કોર્ટનો જે પણ ચુકાદો આવે તેને સર્વોપરી ગણવો જોઈએ કેમ કેસુપ્રિમ કોર્ટએ દેશની સર્વોચ્ચ અદાલત છે અને તેનો ચુકાદો ઘણો વિચારીને અપાતો હોય છે. તેથી તેનુ સન્માન કરવુ જોઈએ તેમ જ હાલમાં ફેલાતા કોઈ પણ મેસેજોથી દોરવાઈ ન જવુ તેમ જ કોઈ પણ મેસેજ ફોરવર્ડ ન કરવા જેથી કોઈ પણ સંજોગોમાં અરાજકતા ન સર્જાય..આ કાર્યક્રમમાં પુર્વ આઈ પી એસ એ.આઈ સૈયદ સહિત મુસ્લીમ અગ્રણી હાજર રહ્યા હતા.