Chandrayaan 3 Landing: ચંદ્ર પર લહેરાયો તિરંગો! ભારતે રચ્યો ઇતિહાસ, ભારત વિશ્વમાં ચોથો દેશ બન્યો
Chandrayaan 3 Landing: ચંદ્રયાન-3 ચંદ્ર પર માનવજીવન શક્ય હોવા સહિતના વિવિધ મુદ્દે સંસોધન કરશે જે ફક્ત ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાભદાયક નિવડશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
ઝી બ્યુરો/ગાંધીનગર: ચંદ્રયાન-3 ની સફળતાને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ISROના વૈજ્ઞાનિકો દ્વારા દિવસ- રાત મહેનત કરીને ચંદ્રયાન-3ને સફળ પરિણામ સુધી પહોંચાડ્યુ છે તે બદલ મંત્રીએ તમામ વૈજ્ઞાનિકોને સહર્ષ અભિનંદન પણ પાઠવ્યા. ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ દ્વારા ભારત દેશ ચંદ્ર પર પહોંચનાર સમગ્ર વિશ્વમાં ચોથો દેશ બન્યો છે.
Chandrayaan-3 LIVE Updates: ચંદ્ર પર ભારતનો વાગ્યો ડંકો, રચ્યો ઇતિહાસ, દેશમાં દિવાળી જેવો માહોલ
ચંદ્રયાન-3 ચંદ્ર પર માનવજીવન શક્ય હોવા સહિતના વિવિધ મુદ્દે સંસોધન કરશે જે ફક્ત ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાભદાયક નિવડશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. ચંદ્રયાન – 3 ની સફળતામાં ગુજરાતમાં સ્થિત ISRO અને તેના વૈજ્ઞાનિકોનો પણ અમૂલ્ય ફાળો હોવાનું મંત્રીએ ગૌરવપૂર્ણ જણાવ્યું હતુ.
Chandrayaan 3 ના સફળતાપૂર્વક લેન્ડીંગ સાથે ભારતે રચ્યો ઇતિહાસ, જુઓ તસવીરો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠક સંદર્ભે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવશે. PM જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત રાજ્યના પ્રત્યેક ઘર સુધી વીમા સહાય પહોંચાડવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે.
ભુક્કા કાઢતો વરસાદ ગુજરાતમાં ક્યાં ખોવાયો? ધોધમાર વરસાદ પડશે કે કેમ? જાણો નવી આગાહી
રાજ્યમાં ડીપ્લોમાં ટુ ડિગ્રી(D2D) માં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્ર્સ ટેસ્ટ લેવામાં આવશે તે નિર્ણય અંગે વિગતો આપતા મંત્રીએ ઉમેર્યુ હતુ કે, બોર્ડ / યુનિવર્સિટીની વધુ સંખ્યાને કારણે પ્રવેશ સમિતી માટે બેઠકોની ફાળવણી અને વિવિધ બોર્ડનું મેરિટ લીસ્ટ તૈયાર કરવામાં જટિલતા રહેતી હતી. આ તમામ યુનિવર્સીટીની પરીક્ષાઓમાં એકસૂત્રતા લઇને એક મેરીટમાં લાવવુ શક્ય ન હતુ.
6 વર્ષના આર્યન ભગતને સાંભળી ભલભલા કરે છે નમન,ચંદ્રયાન-3ની સફળતા માટે કર્યો મારુતિ..
આ વિસંગતતા, અસ્પષ્ટતા, અને અસંતોષ ટાળવા માટે અને તમામ અરજદાર વિદ્યાર્થીઓને એકસમાનમંચ પર લાવીને ડિપ્લોમા બાદ ડિગ્રીના બીજા વર્ષમાં લેટરલ એન્ટ્રી એડમિશન માટે કોમન એન્ટ્ર્સ ટેસ્ટ પ્રવેશ પરીક્ષા પ્રવેશ વર્ષ 2024 થી લેવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ પરીક્ષાની પ્રવેશ વર્ષ 2024 માટેની જાહેરાત અને રજીસ્ટ્રેશન ફેબ્રુઆરી 2024 થી કરવામાં આવનાર હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતું.