ગાંધીનગર: કોંગ્રેસ તરફથી સરકારને વિધાનસભાની અંદર અને વિધાનસભા બહાર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા સત્રની શરૂઆત થતા જ કોગ્રેસના ધારાસભ્યોએ જય સરદાર લખેલી ટોપી પહેરીને ગૃહમાં પ્રવેશ કર્યો હતો. ધારાસભ્ય કિરીટ પટેલ, લલીત વસોયા, આશાબેન પટેલ ગૃહમા જય સરદારની ટોપી પહેરી પ્રવેશ કર્યો હતો. આક્રોશ રેલીમાં અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિત રાજીવ સાતવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આક્રોશ રેલીને સંબોધતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોની ગુજરાતની જનતાને વાચા આપવા માટે એકઠા થયા છે. દર વખતે અહીં બધાને સપના બતાવવામાં આવે છે. અમે રોજગારી આપીશું, મોંઘવારી દૂર કરીશું, લોકપાલ લાવીશું, કાળું નાણું પાછું લાવીશ અને બધાના ખાતામાં 15 લાખ જમા કરાવીશું. પરંતુ આમાંથી એકપણ કામ ન થયું. ખેડૂતને આજથી દસ વર્ષ પહેલાં જે ભાવ મળતા હતા તેનાથી અડધા થઇ ગયા. કાળુનાણું જેટલું હતું એના કરતાં બમણું થયું. નોટબંધીના કારણે ભાજપનું કાળુનાણું સફેદ થઇ ગયું.

LIVE: બે દિવસીય વિધાનસભા સત્રની શરૂઆત, Dy.CM નીતિન પટેલ રહ્યા ગેરહાજર 


અહીયા પાકિસ્તાન અને ચાઇના સામે લાલ આંખ કરીશું પરંતુ આજે બધા જ પડોશીઓ આપણી સામે લાલ આંખ કરે છે. ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય ગુનેગારોને છાવરે છે. ગુજરાતમાં સાડા ત્રણ લાખ ખેડૂતો જમીન વિહોણા થઇ ગયા. ખેડત દેવાદાર થઇ ગયો છે.

અંગ્રેજો જેવી નીતિઓથી બીજેપી ભારતને ફરી ગુલામી તરફ લઇ જઇ રહી છે : અમિત ચાવડા


મનમોહન સિંહની સરકારમાં ભારત જે કૂદકે ને ભૂસકે આગળ વધતું હતું તે ભારત આજે પાછળ ચાલી રહ્યું છે. બેંકો ડૂબી રહી છે. બેંકો એટલા માટે ડૂબી રહી છે વડાપ્રધાને આવ્યા પછી ડૂબાનારાઓના દેવા માફ કર્યા. 15 લાખ કરોડની લોન આજે ડૂબી ગઇ છે. ખેડૂતો 5 દિવસ મોડું કરે એટલે નોટીસ જાય દેવું માફ ન થાય. 


કોંગ્રેસ આંદોલન કરી માહોલ બગાડે છે: નીતિન પટેલ
કોંગ્રેસે અત્યાચાર સિવાય કંઇ કર્યું નથી. કોગ્રેસની સરકાર હતી ત્યારે ગોળીબાર કરેલા અત્યાચાર કરેલા. ભૂતકાળમાં અનેક ખેડૂતો શહીદ થયેલા છે. મહેસાણામાં ખેડૂત સંમેલનમાં કોંગ્રેસ દ્વારા દમન કરાયું હતું. આ દોડધામમાં એક ટ્રક ભરાય એટલા ચપ્પલ ભેગા કરાયા હતા. અત્યારે યુવા કોંગ્રેસ છે. જૂના કોઇ સંગઠનમાં નથી. મારે એટલું જ કહેવું છે કે કોંગ્રેસે અત્યાચાર કર્યા સિવાય કંઇ આપ્યું નથી. ભાજપમાં ખેડૂતો માટે મોટું કામ નર્મદાનું કામ પૂર્ણ કર્યું છે. કોંગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું હતું પરંતુ એ કામ ભાજપે પૂર્ણ કરી બતાવ્યું છે. ભાજપ સરકારે જ વિવિધ યોજનાઓ કરી છે ખેડૂતોને સુખી કર્યો છે. આદિવાસી વિસ્તારમાં પણ જ્યાં પાણી પહોંચતું ન હતું ત્યાં પાણી પહોંચાડ્યું છે.

વિધાનસભા ગૃહના ગેટ નંબર 1 પર કોંગ્રેસ દ્વારા હંગામો, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ


કોંગ્રેસ ખેડૂતોની હમદર્દી મેળવવા માટે આ બાલીશ પ્રયાસ કરી રહી છે. સીધી રીતે સરકારમાં રજૂઆત કરતી નથી અને આંદોલન કરી માહોલ બગાડે છે. ખેડૂતોના મનમાં કોઇ પ્રશ્ન નથી પરંતુ અગાઉની ચૂંટણી હાર્યા બાદ હવે નવી ચૂંટણી જીતવા આ પ્રયાસ કરી રહી છે. પરંતુ મને વિશ્વાસ છે કે ખેડૂતો ફાવવા દેશે નહીં. 

પોલીસ ગમે તેટલી ગોળી ચલાવે પણ આપણે આગળ વધવાનું છે: અમિત ચાવડા
અમિત ચાવડાએ આક્રોશ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતના છેવાડાની ખેડૂતની તકલીફને આ બેરી મૂંગી સરકાર સુધી પહોંચાડવી છે. એકસાથે વિધાનસભાનો ઘેરાવો જઇશું. ગમે તેટલી પોલીસ હોય તેટલી લાઠી ચલાવે, ગોળી ચલાવે પણ આજે કોંગ્રેસનો કાર્યકર હમ નહી ડરેગેં નહી રૂકેંગે... એ નારા સાથે આપણે આગળ વધવાનું છે. એક અંગ્રેજોની સરકાર હતી જેમણે આ દેશને ગુલામ બનાવ્યા. 4 વર્ષથી રાજ કરતી સરકારે ખેડૂતોને આર્થિક રીતે ગુલામ બનાવ્યા છે.