BZ Group Scam: BZ કૌભાંડ મામલે CID ક્રાઈમે 6,000 કરોડની ફરિયાદ નોંધી છે. તો આગામી સમયમાં કૌભાંડની રકમમાં વધારો થઈ શકે છે. પોન્ઝી સ્કીમની લોભામણી લાલચ આપીને ભુપેન્દ્ર ઝાલાએ અનેકોને છેતર્યા. ત્યારે BZ ગૃપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઇને રોજબરોજ અવનવા ખુલાસા થતા જોવા મળી રહ્યા છે. હવે કોંગ્રેસે કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાનું ભાજપ કનેક્શન શોધી કાઢ્યું છે. ભુપેન્દ્ર ઝાલાની અનેક ભાજપી નેતાઓ સાથેની તસવીરો કોંગ્રેસે રજૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસનાં પ્રવકતા પાર્થિવરાજ સિંહ કઠવાડીયાએ BZ ગ્રુપ નાં કૌભાંડ મુદ્દે કેટલાક સ્ફોટક પુરાવા જાહેર કર્યા છે. જેમાં ભાજપ અને તેની ભગિની સંસ્થાઓનાં લોકો કૌભાંડમાં ભાગીદાર હોવાના આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ગાંધીનગરની BZ ગ્રુપ ઓફિસનો એજન્ટ અમન સિંહ ચાવડા પૂર્વ ABVP પ્રદેશનો સહમંત્રી સહિત અનેક હોદ્દાઓ ભોગવી ચૂક્યો છે.



 અમનસિંહ ચાવડાનાં અનેક નેતાઓ સાથે ફોટા સામે આવ્યા છે. સાથે જ તેમણે અમનસિંહ ચાવડા અને ભુપેન્દ્ર ઝાલાની તસવીરો રજૂ કરી છે. અમનસિંહ ચાવડા મે મહિનામાં જ સેક્ટર ૧૧ BZ ફાયન્સના ઓફિસ શરૂ કરી હતી. ગાંધીનગર BZ ગ્રુપ ની ઓફિસના ઉદ્ઘાટન માં અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે, પોલીસ આ અંગે તપાસ કરી અમનસિંહ ચાવડા સામે ફરિયાદ દાખલ કરવી જોઇએ. ગાંધીનગર સ્થિત BZ ગ્રુપની ઓફિસ સ્વર્ણિમ સંકુલથી માત્ર 500 મીટર દૂર છે. સીઆઇડી ક્રાઇમની ઓફિસથી પણ નજીક છતાં હજુ કેમ તપાસ નથી થઈ? સચિવાલય અને સીઆઇડી ક્રાઈમથી ચાલીને જઈ શકાય એટલે દૂર ઓફિસ આવેલી છે. BZ નો આ એજન્ટ ભાજપ સાથે જોડાયેલ abvp માં પણ રહી ચૂક્યો છે. ફોટોમાં પણ દરેક બાબતો દેખાઈ રહી છે. અમન ચાવડા ભૂપેન્દ્ર ઝાલાના ડાયરામાં પણ પૈસા ઉડતો દેખાય છે અને ફેસબુકમાં ભૂપેન્દ્ર ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો. બીઝેડમાં શું આ લોકોની ભાગીદારી છે? આવનારા સમયમાં અમે ગૃહમંત્રી અને ડીજીપીને રજુઆત કરીશું. 


કૌભાંડમાં નવો મેસેજ વાયરલ થયો
બીઝેડ ગ્રુપ દ્વારા આચરવામાં આવેલ કૌભાંડમાં હવે બીઝેડના સમર્થકો દ્વારા રોકાણકારોને કરવામાં આવેલ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ‘ઇન્વેસ્ટર્સના પૈસા ક્યાયજ નહીં ડૂબે બસ પબ્લિક ફેવરમાં રહેજો...’ નો મેસેજ ફરતો થયો છે. સાથે જ તેમાં ‘મીડિયા કે રાજકારણના ગોલાઓની વાતોમાં ના આવતા’ હોવાનો મેસેજમાં ઉલ્લેખ કરાયો છે. સ્થાનિક ગ્રુપ અને સોશિયલ મીડિયામાં આ મેસેજ ફરતો થયો છે. 


યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત