ગુજરાતમાં ભગવાન પણ ભયમાં! કોંગ્રેસે ત્રણ વર્ષમાં મંદિરોમાં ચોરીનો આંકડો રજૂ કર્યો, આટલા કરોડ ચોરાયા
Congress Allegation : ગુજરાતમાં મંદિરો અસાલમત હોવાનો કોંગ્રેસનો દાવો.. મંદિરોની રક્ષા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચનાની કોંગ્રેસે કરી માગ.. શક્તિપીઠ પાવાગઢ સહિત અનેક ધાર્મિક સ્થાનોમાં ચોરી-લૂંટફાટની વધી ઘટનાઓ..
Gujarat Temples : ગુજરાતમાં ગુનાઓની દુનિયા મોટી થઈ રહી છે. હવે ગુનેગારો ભગવાનના ધામમાં પણ ધાડ પાડતા અચકાતા નથી. તાજેતરમાં ગુજરાતના શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરના ઈતિહાસમાં પહેલીવાર ચોરીનો બનાવ બન્યો. આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા. ત્યારે કોંગ્રેસે ગુજરાતના મંદિરોમાં ચોરીના આંકડા રજૂ કરીને ગુજરાતમાં સુરક્ષા અને સલામતીના દાવાને પોકળ સાબિત કર્યા છે. ગુજરાતના મંદિરોમાં છેલ્લાં કેટલી ચોરી થઈ અને કેટલા રૂપિયાની ચોરી થઈ તેનો આંકડો કોંગ્રેસે સરકારને આપ્યો. સાથે જ મંદિરોની સુરક્ષા માટે ટાસ્ક ફોર્ની રચનાની પણ માંગ કરી.
ત્રણ વર્ષમાં થયેલી ચોરીના આંકડા
- કુલ ચોરી ૫૦૧
- કુલ ચોરીની કિંમત ૪,૯૩,૭૨,૨૪૭
ગુજરાત કોંગ્રેસના પ્રવક્ત હિરેન બેંકરે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં દેવી દેવતાઓના મંદિર અસાલમત બન્યા છે. છેલ્લા ત્રણેક વર્ષમાં ગુજરાતનાં મંદિરોમાં ચોરીના અનેક કિસ્સા વધ્યા છે. ત્રણ વર્ષમાં કુલ રૂા.૪,૯૩,૭૨,૨૪૭ ની રોકડ રકમ અને મુદામાલની વિવિધ મંદિરોમાંથી ચોરી થઈ છે. હિન્દુત્વની દુહાઈ દેતી ભાજપ સરકારના રાજમાં છેલ્લાં ત્રણ વર્ષણાં ગુજરાતના મંદિરોમાં ચોરીની કુલ ૫૦૧ ઘટનાઓ બની છે.
સડસડાટ થશે સૌરાષ્ટ્રનો વિકાસ, આવી રહ્યો છે જામનગરથી ભરૂચને જોડતો સૌથી મોટો પ્રોજેક્ટ
વર્ષ મદિરમાં થયેલ ચોરીની વિગત વર્ષ મદિરમાં ચોરી થયેલ રોકડ અને મુદ્દામાલની વિગત
- ૧.૧૦.૨૦૨૦ થી ૩૦.૦૯.૨૧ ૧૫૧ ૧.૧૦.૨૦૨૦ થી ૩૦.૦૯.૨૧ ૮,૫,૪૭,૩૨૨
- ૦૧.૧૦.૨૦૨૧ થી ૩૦.૦૯.૨૦૨૨ ૧૭૮ ૦૧.૧૦.૨૦૨૧ થી ૩૦.૦૯.૨૦૨૨ ૧,૯૦,૭૭,૩૦૫
- ૦૧.૧૦.૨૦૨૨ થી ૩૦.૦૯.૨૦૨૩ ૧૭૨ ૦૧.૧૦.૨૦૨૨ થી ૩૦.૦૯.૨૦૨૩ ૨,૧૭,૪૭,૬૨૦
આ સાથે જ ગુજરાતના મંદિરોની સુરક્ષા માટે સ્પેશીયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષે માંગ કરી છે. હિરેન બેન્કરે કહ્યું કે, શક્તિપીઠ પાવાગઢ સહીત રાજ્યના અનેક ધાર્મિક સ્થાનોમાં ચોરી-લુંટ-ધાડની ઘટનાઓ વધી છે. મંદિરોમાં પણ બેફામ પણે લુંટ-ચોરીની ઘટનાઓ બની રહી છે. હિન્દુત્વની દુહાઈ દેતી સરકાર મંદિર-ભગવાનને પણ સલામતી આપવામાં નિષ્ફળ રહી છે. ગુજરાતમાં વર્ષ ૨૦-૨૧માં ૧૫૧ મંદિરોમાં, વર્ષ ૨૧-૨૨માં ૧૭૮ મંદિરોમાં અને વર્ષ ૨૨-૨૩માં ૧૭૨ એમ કુલ મળીને ૫૦૧ ચોરીની ઘટનાઓ બની છે. હથિયાર સાથે ધાડની પણ પાંચ ઘટનાઓ બનેલ છે જે અત્યંત ચિંતાજનક બાબત છે.
તેમણે સરકાર પર આક્ષેપ મૂકતા કહ્યું કે, રાજ્યમાં રહેણાંક અને વ્યવસાયિક સ્થાનોને તો તસ્કરો પ્રતિદિન નિશાન બનાવે છે. ટારગેટ પણ કરે છે પરંતુ હવે તો મંદિરોમાં આવતી દાનની આવક પર ચોર ટોળકીઓએ નજર બગાડવાનું શરૂ કર્યું છે. મંદિર સંકુલને સલામતી આપવામાં સરકારનું પોલીસ તંત્ર ઉણું ઉતર્યું છે. આસ્થાના પ્રતિક એવા મંદિરોમાં થઇ રહેલી લૂંટ ધાડ-ચોરીની ઘટના માત્ર મંદિરોમાં સીસીટીવી લગાવી સુરક્ષાની સાંત્વના સરકાર આપી રહી છે. ભગવાનના નામે રાજનીતિ કરતી પાર્ટી માત્ર મતનું તરભાણું ભરાયાની ચિંતા કરે છે. નવરાત્રીના પાવન પર્વમાં બહેન- દીકરીઓ પર બળાત્કાર થયાં છે. વ્યાજખોરો અને બુટલેગરો બેફામ બન્યાં છે. ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. નકલીઓની ભરમાર સર્જઈ છે. દાવા સામે વાસ્તિવક સ્થિતિ વધુ બિહામણી જોવા મળે છે. ગુજરાતમાં પોલીસ કર્મચારીઓની મોટા પાયે ઘટ છે.
માવજીની મતદારોને અપીલ : ભગવાન રામે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો, મેં તો 30 વર્ષનો ભોગવ્યો