Election 2024: લોકસભાની ચૂંટણીને હવે થોડોક જ સમય બાકી રહ્યો છે ત્યારે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતીને ભાજપે હેટ્રિક ફટકારવા દોડાદોડી શરૂ કરી છે. દેશમાં મહાગઠબંધન વચ્ચે તડા છતાં કોંગ્રેસ અને આપમાં ગઠબંધનના સમાચાર છે. દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં આ બંને પાર્ટી ગઠબંધન કરી ચૂંટણી લડે તેવી સંભાવના છે. ગુજરાતની તમામ લોકસભાની સીટો ભાજપ પાસે છે. હવે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન પૂર્વે તમે લડો.. તમે લડો..ની હોડ જામી છે. આપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને ભાજપનો ડર લાગી રહ્યો હોય તેવો માહોલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આગાહીથી ગુજરાત થથરી જશે? સંકટ બનીને આવેલા કમોસમી વરસાદ વચ્ચે ફરી એક મોટી આગાહી


3 બેઠકો પર આપ કોંગ્રેસથી પણ આગળ
ગુજરાતમાં કોંગ્રેસ-AAPના ગઠબંધન પૂર્વે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસે રાજ્યની ચાર બેઠકો પૈકી હાઈકમાન્ડ નક્કી કરે એ AAPને આપવા સહમતી દર્શાવી છે. ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીના પરિણામો મુજબ ૩ લોકસભામાં AAPના કોંગ્રેસ કરતા વધારે મત છે. આમ આ 3 બેઠકો પર આપ કોંગ્રેસથી પણ આગળ છે. આપને સુરત, જામનગર અને દાહોદ લોકસભામાં કોંગ્રેસ કરતા વધારે મત મળ્યા છે. જ્યાં કોંગ્રેસ નબળી પડી છે. આ બેઠકો કોંગ્રેસે સામે ચાલીને આપને ભેટ ધરવાની તૈયારીઓ કરી છે. સ્થાનિક કોંગ્રેસ આ 3 બેઠકો આમ આદમી પાર્ટીને આપવા લીલીઝંડી આપી રહી છે પણ કેજરીવાલની આપ પાર્ટીને ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠકમાં જ રસ છે. 


'I.N.D.I.A. ગઠબંધનનું કામ મોદીને ગાળો દેવાનુ, હારના ડરથી સોનિયા ગાંધી રાજ્યસભામાં..'


ભરૂચ લોકસભા માટે ગુજરાત કૉંગ્રેસે નનૈયો ભણ્યો
આપે ભરૂચ બેઠક પરથી ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ પણ જાહેર કરી દીધું છે. આ સિવાય ભાવનગરમાં પણ ઉમેદવાર જાહેર કરી દીધો છે. વધુ મત વાળી ત્રણ બેઠકો ઉપરાંત ગુજરાત કૉંગ્રેસે ભાવનગર લોકસભા માટે પણ તૈયારી દર્શાવી છે. ભરૂચ લોકસભા માટે ગુજરાત કૉંગ્રેસે નનૈયો ભણ્યો છે. ભરૂચ લોકસભા બેઠક માટે અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યાં છે. ગુજરાતમાં અહેમદ પટેલ જીવતા હતા ત્યાં સુધી તેમનો પડ્યો બોલ ઝિલાતો હતો. હવે ભરૂચની બેઠક આપ ગઠબંધનમાં આપને જાય તો મુમતાઝ પટેલનું પત્તું કપાવાની પૂરી સંભાવના હોવાથી કોંગ્રેસે આ બેઠક આપને ન ફાળવવા માટે દિલ્હી સુધી રજૂઆતો કરી છે. મુમતાઝ પટેલ પણ આ બેઠક માટે આશા રાખી રહ્યાં છે. આપે તો આ બેઠક માટે ચૂંટણીની તમામ તૈયારીઓ પણ કરી લીધી છે. આ બેઠક આપ અને કોંગ્રેસ વચ્ચે ગળાનું હાડકું બની શકે છે.


બાઈક કલરબાજોને બાજુએ મુકીને આ અમદાવાદી યુવતીએ ચાલુ એક્ટિવા પર કર્યો ધતિંગ ડાન્સ



ફૈઝલની એક ટ્વીટથી રાજકારણ ગરમાયું
લોકસભાની ચૂંટણીને હજી વાર છે. પરંતુ અત્યારથી જ ટિકિટ માટે નેતાઓમાં હોડ લાગી ગઈ છે. દરેક નેતા પોતાને ટિકિટ મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે ભરૂચ બેઠક ગુજરાતની સૌથી હોટ સીટ બની છે. કારણ કે, આ બેઠક માટે એક સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં લડાઈ છે. ત્યારે હવે અહેમદ પટેલના દીકરા ફૈઝલની એક ટ્વીટથી ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે જો ગઠબંધનમાં ભરૂચ લોકસભા સીટ આપ પાર્ટીને આપવામાં આવશે તો હું કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો આપ પાર્ટીના ઉમેદવારને સમર્થન નહીં કરે..


આ 3 બેઠકો ભાજપનો ગણાય છે ગઢ
ભરૂચ માટે ગુજરાત કોંગ્રેસની ના હોવાં છતાં હાઈકમાન્ડનો નિર્ણય આખરે ફાયનલ ગણાશે. તમને જાણીને નવાઈ લાગશે કે વિધાનસભામાં સુરત, જામનગર અને દાહોદમાં આપનો દબદબો છતાં આપને આ બેઠકો પર ચૂંટણી લડવામાં રસ નથી. કોંગ્રેસ અહીં ત્રીજા નંબરે હોવાથી હવે કોંગ્રેસને આ બેઠકો આપને પધરાવવામાં રસ જાગ્યો છે. બંને પાર્ટીઓને આ બેઠકો પર ભાજપનો ફફડાટ છે. સુરતએ ભાજપનો ગઢ ગણાય છે. અહીંથી લોકસભાની સીટ જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. આ જ સ્થિતિ જામનગર અને દાહોદમાં છે. 


ક્યારે છે મહાશિવરાત્રી, હોળીકા દહન અને ધૂળેટી? જાણો ફાગણ મહિના મુખ્ય વ્રત-તહેવાર


આપ અને કોંગ્રેસે ભાજપ સામે હથિયારો હેઠા મૂકી દીધા
આપ સારી રીતે જાણે છે કે વિધાનસભા અને લોકસભાના ગણિતો અલગ હોય છે. આપને ભલે વિધાનસભામાં અહીં કોંગ્રેસની વધારે મત મળ્યા હોય પણ આ બેઠકો પર ચૂંટણી લડવા એ માગતી નથી. કોંગ્રેસે તો વિધાનસભામાં આ સીટો પર ભૂંડી હાર મળી છે. કોંગ્રેસને અહીં ચમત્કાર થવાની આશા મરી પરવારી છે. સૌથી મોટી વાત એ છે કે શક્તિસિંહ ગોહિલના માદરે વતન ભાવનગરની સીટ પણ આપને ખોળે ધરવા માટે કોંગ્રેસ તૈયાર થઈ છે. શક્તિસિંહ ગોહિલને પણ ભરોસો નથી કે તેઓ ભાવનગરમાં ચિત્ર બદલી શકશે. ભાવનગરથી તો શક્તિસિંહ પણ ચૂંટણી લડી ચૂક્યા છે. આમ ચૂંટણી પહેલાં જ આપ અને કોંગ્રેસે ભાજપ સામે હથિયારો હેઠા મૂકી દીધા છે.