જાવેદ સૈયદ/રઘુવીર મકવાણા/અમદાવાદ :બોટાદના જાળીલા ગામે સરપંચની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ થઇ છે. સરપંચે રાજ્યના પોલીસ વડાને રૂબરુ રજૂઆત કરી પોલીસ રક્ષણ માગ્યું હતું. પરંતુ પોલીસ રક્ષણ ના આપતાં હત્યા થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ સામે સવાલો ઉભા કર્યાં છે. પોલીસે પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું કે, સરપંચનું મૃત્યુ અકસ્માતને કારણે થયું હોવાની આશંકા છે. જ્યારે કે પરિવાર તેમની હત્યા થઈ હોવાનું કહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદ : દલિત ઉપસરપંચની હત્યા બાદ પરિવારે મૃતદેહ ન સ્વીકારતા પોલીસ દોડતી થઈ, 3 આરોપીની અટકાયત


જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે જનરલ સીટ પર ચૂંટાયેલા સરપંચ મનજીભાઇ  જેઠાભાઇ સોલંકીની અકસ્માત કરી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાના આરોપ સાથે ફરિયાદ થઇ છે. ઘટના સ્થળેથી સરપંચનું બાઇક તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. મનજીભાઇનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. તો બીજી તરફ તેમના પરિવારે મનજીભાઈનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. બીજી બાજુ મૃતક સરપંચના પરિવારજનોએ કેટલાક વીડિયો રજૂ કર્યા છે, જેમાં મૃતક મનજીભાઇ હોસ્પિટલ પહોંચતા પહેલા નિવેદન આપી રહ્યાં છે. આ નિવેદનમાં તેઓએ જણાવતા દેખાય છે કે, તેના પર ગામના જ શખ્સોએ ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. પહેલા તેઓએ કારથી તેના બાઇક સાથે અકસ્માત કર્યો અને ત્યારબાદ હુમલો કર્યો હતો. 


ડરથી કાંપતી PGની પીડિત યુવતીએ ફરિયાદમાં લખાવ્યું, હું દવા લઈને સૂઈ ગઈ હતી, તેથી...’


જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો 
દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો કે, મૃતક દલિત સરપંચે રાજ્યના DGPને રૂબરુ મળી પોલીસ રક્ષણ માટે રજૂઆત કરી હતી. જોકે તેઓને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું ન હતું. મૃતક મનજીભાઇના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. જિજ્ઞેશ મેવાણીએ મોટી સંખ્યામાં દલિત કાર્યકર્તાઓને સિવિલ હોસ્પિટલ હાજર રહેવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમરેલીના વરસડા ગામના સરપંચ જયસુખ કાનજી માધડની અજાણ્યા શખ્સો દ્વારા છરી-પાઇપથી હુમલો કરીને હત્યા કરાઈ હતી. જેના બાદ દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. દલિત સરપંચની જાહેરમાં હત્યા કરી દેવામાં ચકચાર મચી હતી. 


યુવતીને અડપલા કરનાર વિકૃત યુવાન અગાઉ બે વાર ગર્લ્સ PGમાં પિત્ઝા આપવા આવ્યો હતો


ઉપસરપંચ હત્યાનાં કેસમાં ગુજરાત કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર સામે આરોપ મૂક્યા છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું કે, ગુજરાત સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. ગુજરાતમાં કાનૂન અને વ્યવસ્થાની પરિસ્થિતિ બેહાલ છે. રાણપુર તાલુકાના દલિત આગેવાન મનજીભાઈ સોલંકી દ્વારા 1 વર્ષથી પોતાને જાનનું જોખમ હોવા છતાં પોલીસ રક્ષણ માટે લેખિત રજુઆત કરવા છતાં મુખ્યમંત્રીશ્રી અને ગૃહ મંત્રીની લાપરવાહીને કારણે આજે તેઓની ખુલ્લેઆમ હત્યા થઈ છે. 


પત્નીનો આરોપ, પોલીસની બેદરકારીથી થયું મૃત્યુ
રાણપુરના જાળીલા દલિત ઉપસરપંચની હત્યાના મામલામાં જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકાર્ય તેવું તેમના પરિવારજનોએ કહ્યું છે. મૃતકના પત્ની ગીતાબેન સોલંકી તેમજ તેમના પરિવારજનોએ નિવેદન આપતા કહ્યું કે, પોલીસની બેદરકારીના કારણે આ હત્યા થઈ છે. ઉપસરપંચની હત્યા કેસમાં રાણપુર તેમજ જળીલા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. 


જામનગર : બે ગ્રૂપ વચ્ચે જૂથ અથડામણથી મોડી રાત્રે પોલીસ દોડતી થઈ 


રાણપુર પોલીસ સ્ટેશન અને રાણપુર ગામમાં પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે. તો બોટાદ જિલ્લા પોલીસ વડા થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ઘટનાની માહિતી આપશે. હત્યાના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. ભગીરથ જીલુભાઈ ખાચર, કિશોરભાઈ જીલુભાઈ ખાચર અને હરદીપ ભરતભાઇ ખાચરની આ હત્યા કેસમાં અટકાયત કરાઈ છે. પાળીયાદ સાયલા હાઇવે પરથી બે આરોપી ઝડપાયા હતા. જ્યારે એક આરોપી કોમ્બિગ દરમિયાન ઝડપાયો હતો. ઝડપાયેલા આરોપીઓ પાસેથી અન્ય આરોપીઓની વિગત માટે પૂછપરછ શરૂ કરાઈ છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :