કોંગ્રેસે 3 શહેર અને ચાર જિલ્લા પ્રમુખના નામની કરી જાહેરાત
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ ધીમે-ધીમે સંગઠનમાં ફેરફાર કરી રહ્યાં છે. આ સાથે કામ કરતા લોકોને તક આપી રહ્યાં છે.
અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં જિલ્લા તથા શહેર પ્રમુખોની નિમણૂક કરી છે. રાજ્યના ત્રણ શહેર અને ચાર જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદર શહેરના પ્રમુખો તથા નર્મદા, બોટાદ, અમરેલી અને કચ્છ જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે.
જૂનાગઢ શહેર પ્રમુખ તરીકે વિનુ અમીપરા, ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે કૌશિક શાહ અને પોરબંદર શહેર પ્રમુખ તરીકે પરિમલ ઠક્કરની નિમણૂંક કરવામાં આવી છે. અમરેલી જિલ્લાની જવાબદારી અર્જુન સોસાને સોંપવામાં આવી છે. બોટાદમાં રમેશ મેચ, નર્મદામાં હરેન્દ્ર વાણંદ અને કચ્છ જિલ્લાના પ્રમુખ તરીકે યજુવેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે.
[[{"fid":"178029","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]