ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા આજે સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે લોકોને સવારે 8 થી 12 સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતભરના અલગ-અલગ જિલ્લાઓમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વેપારીઓને મળીને બંધના એલાનને સમર્થન આપવા અપીલ કરાઈ હતી. ત્યારે કોંગ્રેસના સાંકેતિક બંધને લઇને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગઈકાલથી આખુ કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ કોંગ્રેસના તાલુકા અને જિલ્લાના આગેવાનો વેપારીઓની સાથે સંપર્કમાં છે. એકેએક દુકાન પર જઈને વેપારીઓને બંધમાં જોડાવવા માટે વિનંતી કરી છે. બંધમાં જોડાવવા માટે વેપારીઓ પાસેથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી આખુ સંગઠન, સરકાર, સોપ ઇન્સ્પેક્ટર, નગર પાલિકાઓ અને કોર્પોરેશનમાં વેપારીઓને ધાક-ધમકી આપી રહ્યા છે. વેપારી એસોસિએશનોને બોલાવીને એકપણ દુકાન બંધ રહી તો જોવા જેવી થશે આવી ધમકીઓ આપી રહ્યા છે. ગઈકાલે હું 1 વાગ્યા સુધી સંપર્કમાં રહ્યો હતો. કેટલાય કાર્યકરોને નજર કેદ કર્યા છે અને ડિટેન કર્યા છે. ધારાસભ્યોને પણ બહાર નીકળવા નથી દેતા. આવી બધી પરિસ્થિનો માહોલ હોવા છતાં ડરની રાજનિતી ભાજપ કરે છે પણ કોંગ્રેસના પહેલીવાર ઘણા સમય પછી વેપારીઓ સમર્થન આપી રહ્યા તેવું દેખાય છે.


આ પણ વાંચો:- રાજ્ય સરકારનું વધુ એક મોટું પગલું, બોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાત બનશે સૌથી મોટુ હબ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube