રાજકોટ: રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આજથી લોકસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. વિધાનસભાનાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. રાજકોટનાં આમ્રપાલી વિસ્તારમાંથી કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી. ગાંધી જયંતિનાં આજનાં ખાસ દિવસે જનસંપર્ક અભિયાનનાં કોંગ્રેસ દ્વારા શ્રીગણેશ કરાયા હતા. આગામી સમયમાં પણ કોંગ્રેસ દ્વારા રાજકોટમાં વિવિધ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે.


લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારની તૈયારીમાં લાગી ગયુ હોય તેવું દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ પણ આગામી ચૂંટણી પહેલાથી જ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને અનેક બાબતો પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.