કોંગ્રેસનો આક્ષેપ: પીએમ મોદી અને અમિત શાહનો રાણીપનો રોડશો આચરસંહિતાનો ભંગ
ગુજરાતમાં મતદારો દ્વારા આપવામાં આવેલા મતને લઇને ગુજરાત કોંગ્રેસે મતદારોનો આભાર માન્યો હતો. જેમાં મનીષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મતદાનની પ્રક્રિયામાં ઠેરઠેર કારનામા અને કાવતરા ભાજપે કર્યા છે. કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણીએ જણાવ્યું હતું.
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતમાં મતદારો દ્વારા આપવામાં આવેલા મતને લઇને ગુજરાત કોંગ્રેસે મતદારોનો આભાર માન્યો હતો. જેમાં મનીષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મતદાનની પ્રક્રિયામાં ઠેરઠેર કારનામા અને કાવતરા ભાજપે કર્યા છે. કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણીએ જણાવ્યું હતું.
આચારસંહિતાનો અમલ થાય તે માટે કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચને રજુઆત કરવામાં આવી હતી. PM મોદીએ મતદાન કરતા પહેલા રોડશો કરીને આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ આચારસંહિતાનો ભંગ કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
મત આપવા આવેલા ક્રિકેટર ઇરફાન પઠાણનું નિવેદન, ‘હું પણ રાજકારણમાં આવીશ’
જૂનાગઢમાં રાજેશ ચુડાસમાના પીએ પાસેથી દારૂ અને પૈસા મળતા જુનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની ઉમેદવારી રદ્દ કરવા માટે ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે. જ્યારે દાહોદ અને મહેસાણામાં કોંગ્રેસના લોકો સાથે મારામારી પણ કરવામાં આવી છે.
બ્યુરોકરેટ્સ પણ ભાજપ સરકારના દબાણમાં કામ કરી રહ્યું છે. દબાણમાં કામ ન કરતા અધિકારીઓને ચૂંટણીપંચે રક્ષણ આપવું જોઈએ તેવું કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન યોગેશ રાવાણીએ જણાવ્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા બાલુભાઈનું નિવેદન આપ્યું હતું કે, આજના દિવસે ગ્રામીણ પ્રજાએ ખૂબ મતદાન કર્યું છે. ગ્રામીણ પ્રજાએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે. કોંગ્રેસનો લોકસભાની ચૂંટણીની લઈને મોટો દાવો કર્યો છે, કે ભાજપ કરતા કોંગ્રેસને ગુજરાતમાં એક બેઠક વધારે મળશે. અને ગુજરાતમાં કોંગ્રેસ ડબલ ડિજિટમાં બેઠકો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.