• વડોદરામાં વોર્ડ 15માં દીપક શ્રીવાસ્તવને કોંગ્રેસમાં લેવાની થઈ રહી છે કોશિશ

  • વડોદરામાં ક્યાંક શહેર સંગઠન અને પ્રદેશ સંગઠન વચ્ચે પણ વિખવાદ સામે આવ્યો


ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે. બીજી યાદીમાં 19 વોર્ડના 49 ઉમેદવાર જાહેર કરાયા છે. કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતના પત્ની અમી રાવતને વડોદરામાં વોર્ડ નંબર 1માંથી ટિકિટ આપવામાં આવી છે. વડોદરા (vadodara) માં કોંગ્રેસે અત્યારસુધી 69 ઉમેદવારો જાહેર કર્યાં છે. પરંતું કોંગ્રેસે (congress) વોર્ડ 2, 3, 10, 12, 14, 15 ની 7 બેઠકો માટે હજી પણ ઉમેદવારોના નામ જાહેર કર્યાં નથી. શહેર પ્રમુખ અને પાલિકા પૂર્વ વિપક્ષ નેતા વચ્ચે જૂથબંધીના કારણે આ બેઠકોનો પેચ હજી પણ ઉકેલાયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાનગરપાલિકાની ચૂટંણી (Local Body Polls) માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે હજુ કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારો જાહેર કર્યા નથી. પ્રદેશ પ્રમુખ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી દેવાઈ છે. પરંતું ટેલિફોનિક સૂચના બાદ હજી પણ કોંગ્રેસના ઉમેદવારો પાસે મેન્ડેટ પહોંચ્યા નથી. આજે બપોરે ત્રણ કલાકે ફોર્મ ભરવાનો સમય પૂરો થઈ જશે. ત્યારે ક્યારે પક્ષ ઉમેદવારો જાહેર કરશે અને ક્યારે તેઓ ફોર્મ ભરવા જશે તે મોટો સવાલ છે. વડોદરામાં ક્યાંક શહેર સંગઠન અને પ્રદેશ સંગઠન વચ્ચે પણ વિખવાદ સામે આવ્યો છે. હાલ કયા વોર્ડમાં ક્યાં વિવાદ ચાલી રહ્યો છે તે જોઈએ. 


આ પણ વાંચો : રાજકોટના રાજકારણમાં "એકડા" નો ખેલ, કોંગ્રેસ માટે 1 અંક બની શકે છે લક્કી


  • વોર્ડ 2 માં ડો. નિકુલ પટેલ અને એલડ્રીન થોમસના નામને લઈ પેચ ફસાયો 

  • વોર્ડ 3માં રોનક પરીખ અને હેરી ઓડના નામને લઈ પેચ ફસાયો 

  • વોર્ડ 10માં અસ્ફાક મલેક, વિક્કી શાહ અને કાંતિલાલ પટેલના નામે પેચ ફસાયો 

  • તો મહિલા બેઠક પર અનીસા સૈયદ અને રંજન બ્રહ્મભટ્ટ વચ્ચે પેચ ફસાયો 

  • વોર્ડ 14માં રનિંગ કોર્પોરેટર હેમાંગિની કોલેકર અને મીનલ ગોહિલ વચ્ચે પેચ ફસાયો

  • વોર્ડ 15માં દીપક શ્રીવાસ્તવને કોંગ્રેસમાં લેવાની થઈ રહી છે કોશિશ


આ પણ વાંચો : દીકરાને ટિકિટ ન આપતા નારાજ થયા મધુ શ્રીવાસ્તવ, મોટી નવાજૂની કરવાના આપ્યા સંકેત


મધુ શ્રીવાસ્તવનો દીકરો કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે 
વડોદરામાં ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (madhu shrivastav) ના દીકરા દીપકને ટિકિટ ન મળતા નારાજ છે. ત્યારે તેમનો પુત્ર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. દીપક શ્રીવાસ્તવ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે. ભાજપે ટિકિટ કાપતા દીપક શ્રીવાસ્તવ નારાજ છે. ત્યારે કોંગ્રેસ વોર્ડ 15 માં દીપક શ્રીવાસ્તવ (deepak shrivastav) ને ટિકિટ આપી શકે છે. આ કારણે જ હજી વોર્ડ નંબર 15 મા ઉમેદવારની જાહેરાત બાકી છે. આ અંગે હજી સત્તાવાર જાહેરાત નથી થઈ, બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થશે. તેમજ ગઈકાલે મોટી નવાજૂની કરવાના સંકેત પણ મધુ શ્રીવાસ્તવે આપ્યા હતા. 


આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ 
ઉલ્લેખનીય છે કે, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપના 576 પૈકીના 313 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં અમદાવાદમાં 120 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તો રાજકોટમાં તમામ 72 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. સુરતમાં 38 અને વડોદરામાં 34 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.


આ પણ વાંચો : છેલ્લાં 11 મહિનાથી બંધ કરાયેલા રાજ્યની નીચલી કોર્ટના દરવાજા આખરે ખૂલશે 


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુજરાતની 6 મહાનગરપાલિકાના 394 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 125 ફોર્મ ભરાયા છે. સુરત કોર્પોરેશન માટે 68 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં. રાજકોટમાં 57, જામનગરમાં 56 ઉમેદવારો, ભાવનગરમાં 50, વડોદરામાં 38 ફોર્મ ભરાયા છે.