• ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ મોંઘવારીના મુદ્દા સાથે મેદાનમાં ઉતર્યું

  • રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોએ ખાદ્ય તેલના ભાવ વધારાને મુદ્દો બનાવ્યો 


ઉદય રંજન/રાજકોટ :મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ મોંઘવારીના મુદ્દા સાથે મેદાનમાં ઉતર્યું છે. પેટ્રોલ ડીઝલ તથા તથા ખાદ્ય તેલમાં ભાવવધારાનો મુદ્દો બનાવીને કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવારો તેલમાં ભાવ વધારાને લઈને તેલનો ડબ્બો લઈને ચૂંટણી પ્રચારમાં ઉતર્યાં હતા.


આ પણ વાંચો : યુવતીઓએ નખ પર બનાવ્યું ઝાડું, કમળ અને પંજો... રાજકોટમાં નેલ આર્ટથી ચૂંટણી પ્રચાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રસના ઉમેદવારો ગળામાં તેલના ડબ્બા લટકાવ્યા 
રાજકોટ મનપાના વોર્ડ નંબર સાતના કોંગ્રેસ (congress) ના રણજીત મૂંધવા અને તેના સાથી ઉમેદવારો દ્વારા અનોખી રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. હાલ એક તરફથી દિવસે અને દિવસે ખાદ્યતેલ તેમજ ઇંધણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે લોકોના રોષને મતમાં ફેરવવા કોંગ્રેસના ઉમેદવારો ગળામાં ખાલી તેલના ડબ્બા તેમજ નળની ખાલી પાઇપલાઇન સાથે પ્રચારમાં ઉતર્યા હતા. તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા આપવામાં આવેલા ઈ-મેમોને લઈને પણ પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (local election) માં કોંગ્રેસે મોંઘવારીને મુદ્દો બનાવ્યો છે.  


આ પણ વાંચો : મળો ગુજરાતની પ્રથમ ટ્રાન્સવુમન ડોક્ટરને, પોતાના જ બાળકની માતા અને પિતા બનશે


પોસ્ટરથી રાજકોટમાં મુખ્યમંત્રી રૂપાણીની હાજરી બતાવાઈ
તો બીજી તરફ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ (BJP)  દ્વારા 20 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી બનાવવામાં આવી હતી. ત્યારે સ્ટાર પ્રચારકોની યાદીમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (vijay rupani) નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ વિજય રૂપાણી કોરોના સંક્રમિત છે. ત્યારે ભાજપ દ્વારા પોતાના સ્ટાર પ્રચારક વિજય રૂપાણીની પ્રત્યક્ષ હાજરી ન હોવા છતાં પરોક્ષ હાજરી બતાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં ઠેરઠેર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સંવેદનશીલતા પ્રદર્શિત કરતા હોય તે પ્રકારના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ઠેરઠેર વિજય રૂપાણી દ્વારા કરવામાં આવેલા રાજકોટ શહેર માટેના વિકાસ કાર્યો તેમજ તેમની સંવેદનશીલતા જન જન સુધી પહોંચાડવા રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



પોસ્ટર પર ‘સીએમ એ જ કોમનમેન’ લખાણ
મનપાની ચૂંટણી પહેલા રાજકોટ શહેરમાં અનેક જગ્યાઓ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીના પોસ્ટર લાગ્યા છે. અનેક જગ્યાઓ પર સી.એમ રૂપાણીનું પોસ્ટર કેમ્પેઈન કરાઈ રહ્યું છે. પોસ્ટર પર ‘સીએમ એ જ કોમનમેન’ નું લખાણ લખવામાં આવ્યું છે. ફિલ્મ સ્ટાઇલના ઠેરઠેર પોસ્ટરો લાગ્યા છે. ભાતીગળ પહેરવેશમાં માતા પુત્ર સાથે સીએમ રૂપાણીનો ફોટો પોસ્ટરમાં જોવા મળી રહ્યો છે.