ગૌરવ પટેલ/ અમદાવાદ: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ત્યારથી જ ગુજરાતની લોકસભા બેઠકો પર ઉમેદવારોને લઇને દરેક પક્ષમાં ભારે મથાકુટ જોવા મળી હતી. ત્યારે હવે 4 એપ્રીલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદાવારો મોટાભાગની બેઠકો પર ઉમેદવારોએ નામાંકન પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે. આ નામાંકન પ્રક્રિયામાં આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ સોગંદનામાં કરોડોની મિલકત દર્શાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ બેઠક પર કોંગ્રેસના ભરતસિંહ પાસે કરોડોની મિલકત
આણંદ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ભરતસિંહ સોલંકી જાહેર કરેલી સંપત્તિ કરોડોની છે. તેમની પાસે 3 કરોડ 27 લાખ 20 હજાર 119 રૂપિયાની સ્થાવર મિલકત છે. જ્યારે 1 કરોડ 41 લાખ 14 હજાર 56 રૂપિયા જંગમ મિલકત દર્શાવી છે. આટલું જ નહિ તેમની પાસે બેંક ઓફ અમેરિકામાં ડોલરમાં પણ રકમ હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે.   મહત્વનું છે, કે કોંગ્રેસ દ્વારા 2014માં લોકસભાની ચૂંટણીમાં હાર મળી હોવા છતા આ વખતે પણ ભરતસિંહ સોલંકી પર વિશ્વાસ રાખવામાં આવ્યો છે. મહત્વનું છે, કે આણંદ બેઠક પરથી ભાજપે મિતેષ પટેલને લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે.


લોકસભા ચૂંટણી 2019: દિવ્યાંગ મતદારોની મતદાન જાગૃતતા



ભરતસોલંકી કરોડપતિ ઉમેદવાર 


  • ભરતસોલંકી પાસે 6,56,346 રૂપિયા રોકડ

  • 1 કરોડ 41 લાખ 14056ની કિમતની જંગમ મિલ્કત

  • 3 કરોડ 27 લાખ 20119ની સ્થાવર મિલ્કત 

  • ભરત સોલંકી પાસે એક ફોરચ્યુનર કાર

  • ઇશ્વર કૃપા સોસાયટીમાં મકાન કિમત 16,00,000

  • અમદાવાદ એમ.જે લાઇબ્રેરી 4 પીકે હાઉસ ખાતે એક ઓફીસ કિંમત અંદાજે 11,00,000

  • 19 લાખ 34 હજાર 855ની જવાબદારી ભરતસિંહે સ્વિકારી

  • તેમની પત્ની પાસે 30 હજાર રોકડા

  • એક ઇનોવા ક્રિસ્ટા ગાડ઼ી

  • વડોદરા ખાતે 8,00,000ની કિમંતનો ફ્લેટ

  • 16 લાખ 75 હજારની જંગમ મિલ્કત

  • બેંક ઓફ અમેરીકામાં 31,373.65 ડોલર જમા

  • શીવ શક્તિ કોર્પોરેશનમાં 48,332.87 યુએસ ડોલરનું રોકાણ

  • કોઇ કેસ નાંધાયો નથી આરોપ ઘડાયા નથી

  • આવકનો સ્ત્રોત ખેતી અને પેન્શન

  • ખેતી અને જાહેરજીવનને વ્યવસાય તરીકે દર્શાવ્યુ


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર વાંચો