અલ્પેશ ઠાકોરને પેટાચૂંટણીમાં હરાવવા કોંગ્રેસના ઉમેદવાર પહોંચ્યાં ભૂવાના શરણે, જુઓ વાઈરલ VIDEO
રઘુ દેસાઈનો જો કે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જીત માટે કોઈ ભૂવાના શરણે પહોંચ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
પ્રેમલ ત્રિવેદી, પાટણ: ગુજરાત રાજ્યની 6 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી ઢૂંકડી છે. આજે સાંજે 5 વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. 21મી ઓક્ટોબરે આ 6 બેઠકો માટે મતદાન યોજાવવાનું છે. જેનું પરિણામ 24મી ઓક્ટોબરે જાહેર થશે. જેમાની એક બેઠક છે પાટણ. આ બેઠક પરથી અગાઉ અલ્પેશ ઠાકોર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. પરંતુ ત્યારબાદ તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ જતા રાજીનામું આપ્યું અને બેઠક ખાલી પડતા પેટાચૂંટણી થઈ રહી છે. આ વખતે અલ્પેશ ઠાકોર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસે રઘુ દેસાઈને ટિકિટ આપી છે. રઘુ દેસાઈનો જો કે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જીત માટે કોઈ ભૂવાના શરણે પહોંચ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
જુઓ VIDEO