ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધીની 75મી અને ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરશે
ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધીની 75મી અને મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરશે. આવતીકાલથી રાજીવ ગાંધી 75મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી શરૂ કરવામાં આવશે જે નિમિત્તે આવતીકાલે રાજીવ ગાંધીનો પર્યાવરણનો સંદેશો લઇ જિલ્લા અને તાલુકા મથકે વૃક્ષારોપણ કરશે વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા રાજીવ ગાંધીના વિચાર અને પ્રજા ઉપયોગી નિર્ણયને લોકો સુધી લઈ જવાશે.
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધીની 75મી અને મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરશે. આવતીકાલથી રાજીવ ગાંધી 75મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી શરૂ કરવામાં આવશે જે નિમિત્તે આવતીકાલે રાજીવ ગાંધીનો પર્યાવરણનો સંદેશો લઇ જિલ્લા અને તાલુકા મથકે વૃક્ષારોપણ કરશે વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા રાજીવ ગાંધીના વિચાર અને પ્રજા ઉપયોગી નિર્ણયને લોકો સુધી લઈ જવાશે.
તાલુકા અને જિલ્લા કક્ષાએ વકૃતવ સ્પર્ધા યોજવામાં આવશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજીવ ગાંધીએ 33 ટકા મહિલા અનામત આપી મહિલા સશક્તિકરણ તરફ પગલાં લીધા તે સંદર્ભે સફળતા મેળવનાર મહિલાઓ અને પંચાયતોનું સન્માન કરવામાં આવશે. 18 વર્ષે મતદાનનો અધિકાર આપ્યો તેને લઈને યુવાનોનું સન્માન કરવામાં આવશે.
પ્રથમ વખત મત આપનાર યુવાનોનું સન્માન થશે. શિક્ષણ ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રે સફળતા મેળવનાર યુવાનોનું સન્માન થશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ યુવા પ્રતિભાનું સન્માન કરવામાં આવશે રમત ગમત, ચિત્ર, નિબંધ અને ટેકનોલોજી સાથે સંકલયેલ ઓનલાઈન સ્પર્ધા ના કાર્યક્રમો યોજવામાં આવશે. સદભાવના દોડનું આયોજન કરવામાં આવશે. જિલ્લા અને તાલુકા મથકે સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. કોલેજો, યુનિવર્સિટી અને શહેરોમાં સેમિનાર યોજવામાં આવશે. મેડિકલ, બ્લડ ડોનેશન અને ઓર્ગન ડોનેશનના કાર્યક્રમો યોજાશે.
વડોદરા: મોલમાં દહેશત ફેલાવીને મજાક કરનાર બે રીક્ષા ચાલકની ધરપકડ
કાર્યક્રમો અંતર્ગત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો એક વર્ષ સુધી લોકો વચ્ચે રહેશે. ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ગાંધીજીના વિચારોને લોકો સુધી લઈ જવામાં આવશે. ગાંધી સંદેશ યાત્રા બે રૂટમાં કાઢવામાં આવશે. દાંડીથી સાબરમતી અને પોરબંદરથી સાબરમતી સુધી ગાંધી સંદેશ યાત્રા 27 સપ્ટેમ્બરના રોજ નીકળશે.
આશરે 500 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયું હતું આ શિવલિંગ, જાણો અનોખો મહિમા
યાત્રા દરમ્યાન વિવિધ જગ્યાએ સ્વચ્છતા અને ગાંધીજીનો સંદેશો આપવામાં આવશે. શાળાઓમાં લેખન, ચિત્ર, વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવશે. ગાંધી વિચારને લોકો સુધી લઈ જવા જિલ્લા કક્ષાએ પદયાત્રા યોજવામાં આવશે. સિનિયર આગેવાનો અને હોદ્દેદારોને ઉજવણીની જવાબદારી સોંપવામાં આવી.
જુઓ LIVE TV....