અમરેલીઃ જિલ્લા કોંગ્રેસ અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી માટે પ્રતિષ્ઠાનો જંગ બની ચુકેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતમાં આખરે કોંગ્રેસે બાજી મારી લીધી છે. તમામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ સતારૂઢ થતા એકવાર ફરી સમગ્ર જિલ્લો કોંગ્રેસનો ગઢ સાબિત થયો છે. મહત્વનું છે કે 7 તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે આજે વધુ ચાર તાલુકા પંચાયતમાં પણ કબ્જો કરી લીધો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં રાજુલા અને જાફરાબાદ તાલુકા પંચાયત પણ કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી છે. જેને પગલે ભાજપમાં સોપો પડી ગયો છે. 


ચૂંટણી પહેલા અમરેલી કોંગ્રેસમાં બળવો પણ થયો. પાલિકામાં બળવો કરનારા સભ્યોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે બળવાખોર નેતા અરવિંદ કાછડિયાને પણ મ્હાત આપી હતી. જોકે હાર બાદ ફરી કાછડિયાના સૂર બદલાઈ ગયા છે. 


જોકે ચૂંટણી દરમિયાન ગરમાગરમીના દ્રશ્યો પણ સર્જાયા. ભાજપના સભ્યો તાલુકા પંચાયતની ચેમ્બરમાં ધસી આવતા પોલીસે 9 સભ્યો અને 3 કાર્યકરોની અટકાયત પણ કરી હતી. પરંતુ કહેવાય છેને કે અંત ભલા તો સબ ભલા. એ ન્યાયે અમરેલીની તમામ તાલુકા પંચાયત પર કબ્જો કરીને કોંગ્રેસ અને પરેશ ધાનાણીએ પોતાની શાખ બચાવી લીધી.