ગુજરાત : ગઈકાલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વલસાડથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. તેમની સભાને બહોળો જનપ્રતિસાદ મળ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસની CWCની બેઠક ગુજરાતમાં યોજવાની છે. 26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાનારી આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ત્રણેય હાજર રહેશે. ત્રણેયની હાજરીને લઇ ગુજરાત કોંગ્રેસે તડામાર તૈયારી કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

26 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ભાજપના ગઢ ગુજરાતમાં રણનીતિનો પારો ચઢાવશે. પ્રિયંકા ગુજરાતમાં પોતાના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાઁધીની સાથે ત્યાં પાર્ટીના પદાધિકારી તરીકે હાજર રહેશે. કોંગ્રેસ પાર્ટીએ આક્રમક રાજનીતિક શૈલી પર અમલ કરતા 26 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક યોજવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, CWC કોંગ્રેસ પાર્ટીની સૌથી તાકાતવાર ફોરમ છે. 


ઓક્ટોબર મહિનામાં CWC બેઠક મહારાષ્ટ્રના વર્ધામાં થઈ હતી. આ વખતે તેનું આયોજન ગુજરાતમાં કરાયું છે. ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું ગૃહ રાજ્ય છે. 2019ના લોકસભા ઈલેક્શમાં કોંગ્રેસનો મુખ્ય મુકાબલો ભાજપ સાથે જ છે. ઈલેક્શનની જાહેરાત થવામાં માત્ર એક સપ્તાહનો જ સમય બચ્યો છે. આવામાં ગુજરાતમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક દ્વાક પાર્ટી અધ્યક્ષને એક સંદેશ આપવા માંગે છે. 


ઉલ્લેખનીય છે કે, લખનઉમાં યોજાયેલ રોડ શોમાં ઉમટેલા જનસમૂહથી કોંગ્રેસમાં ઓક્સિજન ભરાયું છે. માનવામાં આવી રહ્યું છે કે, કંઈક આવો જ મેસેજ કોંગ્રેસ ગુજરાતમાં આપવા માંગે છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ અધ્યક્ષ અમિત શાહની મોટી ચેલન્જ આપી શકાય. 


રાહુલ ગાંધીની બીજી સભા યોજાશે 
વલસાડના ધરમપુરમાં સભા સંબોધીને મિશન દક્ષિણ ગુજરાતની શરૂઆત કરનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી વખત ગુજરાત આવશે. આગામી દિવસોમાં રાહુલ ગાંધી બારડોલી ખાતે ખેડ઼ૂતો સાથે મુલાકાત કરશે.