અમદાવાદ :કોંગ્રેસે ભરૂચ બેઠક પર શેરખાન પઠાણની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. શેરખાન પઠાણ અહેમદ પટેલના નજીકના ગણાય છે. તેઓ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ છે અને આદિવાસી વિસ્તાર નેત્રંગના રહેવાસી હોઈ આદિવાસી સમાજ પર પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એક ક્લિક પર મેળવો લોકસભા ચૂંટણીના ગુજરાતના તમામ અપડેટ્સ


દાહોદ માટે બાબુ કટારાને ટિકીટ આપી
તો બીજી તરફ, દાહોદ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ની સત્તાવાર જાહેરાત થઈ છે. કોંગ્રેસે ઉમેદવાર તરીકે 2 વાર સાંસદ તરીકે ચૂંટાયેલા બાબુભાઇ કટારાના નામની જાહેરાત કરી છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા બાબુભાઇ કટારાના નામ પર મહોલ લાગતા આજે તેઓ ખરોડ ગામે જાહેર સભાને સંભોધન કર્યા બાદ ઉમેદવારી નોંધાવશે.


કોઈને કાનોકાન ખબર ન પડી, અને દર્શના જરદોશે ચૂપચાપ ફોર્મ ભર્યું, આખરે કેમ?


ઊંઝા પેટાચૂંટણી માટે પણ ઉમેદવાર જાહેર
ઊંઝા વિધાનસભા પેટાચૂંટણી માટે પણ કોંગ્રેસે છેલ્લે ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસમાંથી કામું પટેલના નામ પર પક્ષે મહોર મારી છે. કોંગ્રેસ દ્વારા કામુ પટેલને મેન્ટેડ આપવામાં આવ્યું છે, જેને લઈને તેઓ ટૂંક સમયમાં જ ઊંઝા પહોંચશે.