વડોદરા : શહેરમાં ડેન્ગ્યુના કેસો ના પગલે કોંગ્રેસે પક્ષે આક્રમક અંદાજ બતાવ્યો છે. કોંગ્રેસ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરની કચેરી બહાર ધરણા પર બેસી વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પ્લે કાર્ડ અને બેનર સાથે વિરોધ કર્યો અને વડોદરાને ડેન્ગ્યુ ગ્રસ્ત જાહેર કરવા માંગ કરી હતી. કોર્પોરેશનની કચેરીમા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ હોવાના આરોપ લગાવી ભારે હોબાળો કર્યો હતો. મ્યુનિસિપલ કમિશ્નર હાજર ન હોવાના કારણે કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. કાર્યકરો કમિશ્નરની કચેરીની બહાર ધરણા પર બેસી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આહ્વામાં અકસ્માત: 2 લોકોનાં ઘટના સ્થળે મોત 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત


વડોદરા તંત્ર તથા રાજ્યનાં આરોગ્ય તંત્ર અને સરકાર પર આરોપો લગાવ્યા હતા. સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કોર્પોરેશન કચેરી પર ગોઠવવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે વડોદરામાં અત્યાર સુધી એક હજારથી વધુ લોકોના ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે સાત જેટલા લોકોના મોત થયા છે. તેમ છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુના કારણે મોત થયા ન હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, અથવા તો કોઇ પણ પ્રકારે ઢાંગ પીછોડા કરવામાં આવી રહ્યા છે. 


તંત્ર દુર્ઘટનાઓમાંથી કાંઇ શીખતું નથી? ફરી એકવાર ડી કેબિનમાં વિશાળ ટાંકી તુટી પડી અને...


BRTS અકસ્માતનાં પડઘા: મેયરે મોકલ્યા બાઉન્સર ગૃહમંત્રી કરશે ટ્રાફીકનુ નિરીક્ષણ


કોંગ્રેસે વડોદરાને ડેન્ગ્યુ ગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં શહેરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે વડોદરા શહેરને ડેન્ગ્યુ ગ્રસ્ત જાહેર કરવાની કોંગ્રેસની માંગને પગલે તમામ વિચારણા કર્યા પછી કોઈ નિર્ણય લેવાશે તેવો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ડેન્ગ્યુનાં કારણે સેંકડો મોત થઇ ગયા હોય તેવો હાઉ કોંગ્રેસ ઉભો કરવાનાં પ્રયાસો કરી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube