કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાનું કોરોના સામે જંગ હાર્યા
કોરોનાગ્રસ્ત નેતાનું અમદાવાદની યુએન મહેતા ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યુ છે. તેઓ કોરોનાગ્રસ્ત હતા. અને છેલ્લાં એક મહિનાથી સારવાર હેઠળ હતા
અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠામાં કાંકરેજના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ અગેવાન ધારસિંહ ખાનપુરાનું કોરોનાથી મોત નિપજ્યું છે. કોરોનાગ્રસ્ત નેતાનું અમદાવાદની યુએન મહેતા ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યુ છે. તેઓ કોરોનાગ્રસ્ત હતા. અને છેલ્લાં એક મહિનાથી સારવાર હેઠળ હતા. ધારસિંહ ખાનપુરા 4 વખત કાંકરેજના ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેઓ કાંકરેજના દિગ્ગજ આગેવાન હતા. ત્યારે ધારસિંહ ખાનપુરાના નધિનથી કોંગ્રેસ અને ઠાકોર સમાજમાં મોટી ખોટ પડી છે. પેટાચૂંટણીના દિવસે જ કોરોના સામેની લડાઈમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જંગ હાર્યા છે. આજે વડાગામ ખાતે અંતિમવિધિ કરાશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેમાંથી કેટલાક કોરોનાગ્રસ્ત નેતાઓનુ નિધન થયું હતું. તો અનેક નેતાઓએ કોરોનાને હરાવ્યો હતો. ધારસિંહ ખાનપુરા કાંકરેજ તાલુકાના વડા ગામના વતની હતા. કોંગ્રેસના ખાનપુરા ગરીબોના બેલી તરીકે તેમની કાંકરેજમાં ઓળખ હતી. ધારસિંહને ખાનપુરાને કારણે કાંકરેજમાં કોંગ્રેસનો પાયો મજબૂત રહ્યો હતો. ત્યારે તેમના નિધનથી કોંગ્રેસને મોટી ખોટ પડશે.