લિંબડીની પેટાચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો ઉમેદવાર, જાણો કોણ લડશે ભાજપ સામે ચૂંટણી?
આખરે લીંબડી બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યો છે. લિંબડી બેઠક પર કોંગ્રેસ રાહ જુઓની સ્થિતિમાં હતુ, ભાજપા કયા ઉમેદવારને મેદાને ઉતારશે તે પ્રમાણે કોંગ્રેસ (congress) પોતાનો ઉમેદવાર નક્કી કરવાનુ હતું. ત્યારે આખરે કોંગ્રેસે ચેતન ખાચરના નામ પર મહોર લગાવી છે. કોંગ્રેસે ચેતન ખાચર (chetan khachar) ને લિંબડીથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. ત્યારે ચેતન ખાચર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની સામે ચૂંટણી લડશે. ત્યારે આજે ચેતન ખાચર ઉમેદવારી ફોર્મ ભરશે.