Loksabha Election 2024: ગુજરાતની ત્રણ બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે આ 12મી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતની ત્રણ મહત્વપૂર્ણ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. કોંગ્રેસે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હિરાભાઈ જોટવા, વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ મળી છે. પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે આ ત્રણેય ઉમેદવારો વિધાનસભામાં હારી ચૂક્યા છે, તેમ છતાં કોંગ્રેસે ત્રણેય ઉમેદવારોને લોકસભામાં ઉતાર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

+


ત્રણેય ઉમેદવારોની વાત કરીએ તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર ઋત્વિક મકવાણા જીત્યા હતા. જોકે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જ્યારે જૂનાગઢ બેઠક પર જાહેર કરાયેલા હીરાભાઈ જોટવા કેશોદ સીટ પરથી ગત વિધાનસભા ચૂંટણી હાર્યા હતા. તેવી જ રીતે વડોદરા બેઠક પર જાહેર થયેલા ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર પણ પાદરા સીટ પર ગઈ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તેમની હાર થઈ હતી.


કોણ છે ઋત્વિક મકવાણા?
ચોટીલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ વર્ષોથી શિક્ષણ રાજકારણ સાથે સંકળાયેલા છે. ઋત્વિકભાઈ મકવાણા હાલ પાર્લામેન્ટરી બોર્ડ મેમ્બર અને સેવાદળ પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય તળપદા કોળી સમાજના પ્રમુખ સ્થાન ધરાવે છે. ઋત્વિકભાઈ મકવાણા પ્રથમ કોંગ્રેસ પક્ષના કોષાધ્યક્ષ તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમણે 2017માં વિજય બાદ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં પરાજય મેળવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, હવે કોંગ્રેસના 4 ઉમેદવારો જાહેર થવાના બાકી છે. જેમાં મહેસાણા, અમદાવાદ ઇસ્ટ, નવસારી અને રાજકોટનો સમાવેશ થાય છે.