અમરેલીઃ અમરેલી લેટરકાંડ મામલે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. પાયલ ગોટીને માર મારવાના કેસમાં SITની રચના કરવામાં આવી...પરંતુ SITની તપાસ પર વિશ્વાસ ન હોવાનું કહેવામાં આવ્યું...તો કોંગ્રેસે હવે આ મામલે આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે...ત્યારે સમગ્ર વિવાદમાં શું થયું?...જુઓ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી લેટરકાંડમાં રાજનીતિ હવે ચરમસીમા પર પહોંચી ગઇ છે. પાયલ ગોટીએ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતાં તપાસ માટે SITની રચના કરાઈ છે. જોકે, સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક SP ઓફિસમાં સંજય ખરાટને મળ્યા હતા. ત્યારબાદ પાયલ ગોટી કોઈ મેડિકલ ચેકઅપ નહીં કરાવે તેવી જાહેરાત કરી... SITની ટીમ પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઇ જઈ રહી હતી પરંતુ ધાનાણીએ ટીમને અટકાવી અને હાઈવોલ્ટેડ ડ્રામા કર્યા...ત્યારપછી પાયલ તેના વકીલ સાથે SP ઓફિસમાં પહોંચી...તેની સાથે કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર પણ હતા.



તો કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ફુલજોશમાં આ મામલામાં આગળ આવ્યા છે. તેમણે અમરેલીમાં ચર્ચાનો ચોરો કાર્યક્રમ પણ કર્યો હતો. પરેશ ધાનાણીએ કહ્યું કે મંચ ઉપરથી ચર્ચા થાય અને લખાયેલો પત્ર અને તેના મુદ્દા ખોટા સાબિત કરે તો મંચ પરથી પરેશ ધાનાણી તેની માફી માંગશે અને જો કૌશિકભાઈ ન આવે તો ભાજપના કાર્યકર્તાનો પત્ર સાચો છે, તેના મુદ્દા સાચા છે. તમારા પર લાગેલા આરોપો પણ સાચા છે. 


તો પરેશ ધાનાણીએ જ પાયલને ઈન્ચાર્જ મામલતદાર સમક્ષ નિવેદન અપાવ્યું હતું..જેમાં પાયલે દાવો કર્યો કે તેને મહિલા પોલીસ કર્મીએ માર માર્યો હતો.



તો જે મામલતદાર સમક્ષ આ નિવેદન આપવામાં આવ્યું તે મીડિયા સમક્ષ આવ્યા...અને તેમણે કહ્યું કે હું જજ નથી...છતાં પણ પરેશ ધાનાણીએ મારી સમક્ષ નિવેદન અપાવ્યું..


તો આ સમગ્ર વિવાદને સૌથી પહેલા જેમણે ઉઠાવ્યો હતો તે પ્રતાપ દૂધાતે કહ્યું કે આ મામલે રાજકારણ ન કરવું જોઈએ...પોલીસે તૈયાર કરેલી SIT પર વિશ્વાસ નથી...માર માર્યાના 10 દિવસ પછી મેડિકલ ચેકઅપ કરાવવાનો કોઈ મતલબ નથી.



પાયલ આક્ષેપ તો લગાવી રહી છે કે મને પોલીસે માર માર્યો...પરંતુ પોલીસ મેડિકલ તપાસ કરાવવા માટે તૈયાર છે પરંતુ પાયલ હવે ના પાડી રહી છે. જેના કારણે પાયલ સામે સવાલો થઈ રહ્યા છે. બીજી તરફ હવે આ મામલામાં કોંગ્રેસ પણ કૂદી ગયું છે અને દબાણ ઉભુ કરી રહ્યું છે...ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.