Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ના મળવાના કારણે અનેક નેતાઓ નારાજ થયા છે. ત્યારે કોંગ્રેસમાં દહેગામ બેઠક પર કામીનીબા રાઠોડનું નામ કપાતા ભારે ઉહાપોહ મચ્યો છે. કામીનીબા રાઠોડનો ટિકિટને લઈને ભાવતાલ થતો એક કથિત ઓડિયો વાયરલ થયો હતો. ત્યારે આ દિશામાં વધુ એક નેતાએ સૂરમાં સૂર પુરાવ્યો છે. યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી ગુરૂરાજસિંહ ચૌહાણે ટિકિટને લઈને મોટા આક્ષેપ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં પૈસાથી ટિકિટ અપાતી હોવાનું ભૂત ફરી ધૂળ્યું છે. આજે યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી ગુરૂરાજસિંહ ચૌહાણે મોટો આક્ષેપ કરીને ખળભળાટ મચાવ્યો છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે કે રૂપિયા 2થી 9 કરોડમાં ટિકિટનો સોદો થયાનો દાવો કર્યો છે. હાલોલમાં કોંગ્રેસના નબળા ઉમેદવારને ઉભા રાખવા સેટિંગ થયાનો આક્ષેપ કર્યો છે. તેમણે પૂર્વ મંત્રી અને ધારાસભ્યનું નામ લીધા વિના સોદાબાજીના આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, એક રાતમાં ત્રણ મેન્ડેટ કેન્સલ થયા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. ગુરૂરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે કોંગ્રેસ વેચાય ગયેલી પાર્ટી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube