કોંગ્રેસ પ્રભારી ગુજરાત પ્રવાસે: પેટા ચૂંટણીમાં તમામ બેઠકો કોંગ્રેસની જીત નક્કી
ગુજરાત કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ત્રણ દિવસના પ્રવાસે અમદાવાદ પહોંચ્યા છે. ગુજરાતની આઠ બેઠકની પેટા ચુંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગત પેટા ચુટણીમાં ચોકાવનારા પરિણામ આવ્યા હતા તેનાથી સારા પરિણામ આ વખતે આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ ની ચુંટણી માટેની કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે અને અગામી ત્રણ દિવસમાં આ અંગે ચર્ચા વિચારણા થશે. ગુજરાતની જનતા છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ સરકારથી પરેશાન છે.
ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ત્રણ દિવસના પ્રવાસે અમદાવાદ પહોંચ્યા છે. ગુજરાતની આઠ બેઠકની પેટા ચુંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગત પેટા ચુટણીમાં ચોકાવનારા પરિણામ આવ્યા હતા તેનાથી સારા પરિણામ આ વખતે આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ ની ચુંટણી માટેની કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે અને અગામી ત્રણ દિવસમાં આ અંગે ચર્ચા વિચારણા થશે. ગુજરાતની જનતા છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ સરકારથી પરેશાન છે.
70 કિલો ગાંજા સાથે બે વ્યક્તિઓની ધરપકડ, આ રીતે ભાવી પેઢીને કરતા હતા બરબાદ
આવનારી સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે કોંગ્રેસની કેડર તૈયાર છે. લોકોને સરકાર સામે રોષ છે તેનો ફાયદો મળશે અમે સારી રીતે સ્થાનિક સ્વરાજની ચુંટણી લડીશું તેવું જણાવ્યું હતું. કોગ્રેસ માં ક્યાંક નાના મતભેદ હશે પણ જે રીતની તૈયારી છે એ પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં વિજય મેળવીશું. યોગ્ય સમયે કોંગ્રેસનુ માળખું જાહેર થશે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
ભૂકંપથી ફરી ધણધણ્યું ગુજરાત, વડોદરાથી સુરત સુધી અનુભવાયા 4.3 તિવ્રતાના આંચકા
અમેરિકા ની ચુંટણીમાં હારની કરાર પર રહેલા ટ્રમ્પને મુદ્દે રાજીવ સાતવના ભાજપ પર પ્રહાર કર્યા હતા. ભાજપની હાલત ખરાબ હોવાનું પણ જણાવ્યું હતું. નમસ્તે ટ્રમ્પ બાદ જેનો પ્રચાર ભાજપ દ્વારા થાય છે તેની હાર નક્કી હોય છે. નમસ્તે ટ્રેમ્પે બતાવ્યું કે રાજ્યની ચુંટણી પછી દેશની ચુંટણી બાદ આંતરરાષ્ટ્રીય ચુંટણીમાં ન જોડાવવુ જોઇંએ. કોગ્રેસની સ્થિતિ સારી છે પણ ભાજપે વિચાર કરવો જોઇએ કે ફરી વાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્મ ન કરવો જોઇંએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube