કોંગ્રેસ ઓફિસમાં અનોખી ઘડિયાળ મૂકાઈ, જે બંધ થતાં જ ગુજરાતમાં ભાજપની સરકાર નહિ રહે તેવો દાવો કર્યો
Gujarat Elections : પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે ગુજરાતની ભાજપ સરકાર પર સાધ્યું નિશાન... કહ્યું- છેલ્લાં 6 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલાયા... 2023 પછી ભૂપેન્દ્ર પટેલ CM ન હોય તો નવાઈ પામવા જેવું નથી...
ગૌરવ પટેલ/અમદાવાદ :ચૂંટણી માટે દરેક પાર્ટી કંઈક અવનવુ લઈને આવ્યા છે. ભાજપે ‘મેં ગુજરાત બનાવ્યું’ અભિયાન લોન્ચ કર્યું, તો આમ આદમી પાર્ટી વચનોની લ્હાણી લઈને આવી છે. આવામાં ગુજરાત કોંગ્રેસ પણ આ વખતે આક્રમકતાથી મેદાનમાં આવી ગઈ છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવાઈ છે. બહારથી આવતી-જતી વ્યક્તિ જોઈ શકે તે એન્ગલથી આ ઘડિયાળ ઓફિસની બહાર ટિંગાડવામાં આવી છે. જેનો હેતુ ગુજરાતમાં પરિવર્તન દર્શાવવાનો અને ભાજપની છેલ્લી ઘડી આવી ગઈ હોવાનું છે. ઘડિયાળ બંધ થતાં જ ભાજપની સરકાર નહીં રહે તેવો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરાયો છે.
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે સત્તાની કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવાઈ છે. પુર્વ કેન્દ્રીય મંત્રી પી ચીદમ્બરમે જગદીશ ઠાકોર રધુ શર્મા અને સુખરામ રાઠવાની હાજરીમાં આ ઘડિયાળનું અનાવરણ કર્યું. આ ઘડિયાળ દ્વારા ગુજરાતમાં પરિવર્તનનો સમય આવી ગયો છે અને ભાજપની છેલ્લી ઘડી ગણાઈ રહી છે તેવું દર્શાવાઈ રહ્યું છે. 8 ડિસેમ્બર સુધી બાકી રહેલા દિવસ અને સમય દર્શાવતી આ ઘડિયાળ છે. જે દિવસે ઘડિયાળ બંધ થઈ તે દિવસે ભાજપની સરકાર નહિ રહે તેવો કોંગ્રેસ દ્વારા દાવો કરાયો છે.
[[{"fid":"409832","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"congress_watch_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"congress_watch_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"congress_watch_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"congress_watch_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"congress_watch_zee2.jpg","title":"congress_watch_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
ત્યારે આ કાઉન્ટડાઉન ઘડિયાળ વિશે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, વર્ષ 2018 માં રાજસ્થાનમાં કોંગ્રેસ વિપક્ષમાં હતી. તે સયમે પણ લોકોની ભાવનાને પ્રદર્શિત કરવા અમે કાઉન્ટડાઉન ઘડીયાળ લગાવી હતી. ઘડિયાળના તમામ આંકડા શૂન્ય થતાં રાજસ્થાનમાં ભાજપની સરકાર ન હતી. ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે લગાવેલી ઘડિયાળ ગુજરાતની જનતાની ભાવનાને રિફ્લેક્ટ કરે છે. કોંગ્રેસે પ્રચાર દરમ્યાન અનુભવ્યુ કે ગુજરાતની જનતા પરિવર્તન ઇચ્છી રહી છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ દિલ્હીના બદલે અહી દિવસો પસાર કરવા પડે છે. ગુજરાતની જનતા પરિવર્તન કરશે. જે દિવસે આ ઘડિયાળના તમામ આંકડા શુન્ય હશે એ દિવસે ગુજરામાં બીજેપીની સરકાર નહી હોય.
આમ, કોંગ્રેસ પરિવર્તનની ઘડિયાળ લઈને અનોખા પ્રચાર સાથે મેદાનમાં આવી છે. ત્યારે ઘડિયાળ લોન્ચ કરીને પી.ચિદમ્બરમે ગુજરાતના લોકોને અપીલ કરી કે, આ વખતે તમારા મતથી સરકાર બદલી નાંખો. આ વખતે ગુજરાતના લોકો કોંગ્રેસને તક આપે. ચૂંટણીમાં લોકો કોંગ્રેસ તરફી મતદાન કરે. તમે કોંગ્રેસનો ઈતિહાસ સારી રીતે જાણો છો. તમે કોંગ્રેસ પાર્ટીની સિદ્ધિઓથી વાકેફ છો.