Electricity To Farmers : આજે વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન છે. આ માટે હયાત ફીડરોનું વિભાજન કરી નવા ફીડર મારફતે પૂરતા દબાણથી વીજ પુરવઠો પૂરો પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે ખેડૂતોને દિવસે વીજળી આપવા બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ સરકાર પર સવાલ ઉઠાવ્યા કે, તો અગાઉ 3500 કરોડ ફાળવ્યા હતા એ કોણ ચૌઉં કરી ગયું? જો હજુ 2 વર્ષ થશે તો અગાઉ વિજયભાઈ રૂપાણીએ શું ખોટી માહિતી આપી હતી? 5/8/2021 ના દિવસે જે 3927 ગામોમાં દિવસે વીજળી અપાતી હતી એમાં પણ આજે કેમ આપવામાં નથી આવતી. ગુજરાત વીજળીમાં સરપ્લસ છે, તો ખેડૂતોને દિવસે વીજળી શા માટે આપવામાં નથી આવતી. વિજયભાઈ રૂપાણીના સમયમાં જેટલા ફીડર જેટલા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવતી હતી, એ શા માટે બંધ કરવામાં આવી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવસે વીજળી આપવા બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ કહ્યું કે, વિધાનસભામાં માનનીય ઊર્જા મંત્રીએ કનું દેસાઈએ કહ્યું કે, દિવસે વીજળી આપવાની ફીડરોની ક્ષમતા ઓછી છે. આગામી 2 વર્ષમાં અમે ખેડૂતોને દિવસે વીજળી આપી શકીશું. તેના માટે 1960 કરોડની તેના માટે જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલા 31 ડિસેમ્બર 2022 ના દિવસે કૃષિમંત્રીએ કહ્યું હતું કે, અમે કિસાન સુર્યોદય યોજના મુજબ દિવસે વિજળી આપવાની પ્રથમ તબક્કાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કિસાન સૂર્યોદય યોજના 2020-21 માં કોંગ્રેસના ધારાસભ્યોની અનેક રજુઆત બાદ અમલમાં આવી હતી. ગુજરાતના 17.25 લાખ ખેત વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટે આ યોજના અમલમાં આવી હતી. શરૂઆતના તબક્કામાં દાહોદ, જૂનાગઢ ગિર સોમનાથ જિલ્લાના 1055 ગામોનો સમાવેશ કરાયો હતો. બીજા તબક્કામાં વધારીને 3927 ગામોનો સમાવેશ કરાયો હતો. 2022 ના અંત સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ધાર કરાયો હતો. તેના માટે વર્ષ 2020-21 ના બજેટમાં 3500 કરોડ ફાળવવામાં આવ્યા હતા. તારીખ 5/8/2021 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, 2022 ના અંત સુધીમાં અમે ગુજરાતના દરેક ખેડૂતને દિવસે વીજળી આપી શકીશું. ત્યારે ઉર્જા મંત્રીના વિધાનસભાના જવાબ પરથી હજુ 2 વર્ષ થશે અને 1960 કરોડ નવા ફાળવ્યા. 


રસ્તા ઉપર ઇકો કાર પાર્ક કરતા પહેલા સાવધાન, નહિ તો ગાયબ થઈ જશે ગાડીનો આ મહત્વનો પાર્ટ


સરકારની ખેડૂતો માટે જાહેરાત 
ફીડરનું વિભાજન કરવાની જરૂર ક્યારે પડે છે અને ફીડરનું વિભાજન કઈ કઈ યોજનાઓ હેઠળ કરવામાં આવે છે તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવા માટે ૬૬ કેવી સબ સ્ટેશનથી વીજ ગ્રાહકના સ્થળ-વિસ્તાર પાસે ઊભા કરવામાં આવેલ ટ્રાન્સફોર્મર સુધી વીજ પુરવઠો આપવા માટે ઊભી કરવામાં આવતી ૧૧ કેવી ભારે દબાણની વીજ લાઇનને ફીડર કહેવામા આવે છે. જ્યારે ૧૧ કેવી ફીડર પર ફીડરની લોડ વહન કરવાની ક્ષમતા કરતાં લોડ વધે ત્યારે અથવા જ્યારે નવા વીજ ગ્રાહકોને વીજ પુરવઠો આપવા ઊભી કરવાની થતી વીજ લાઇનને કારણે ફીડરની લંબાઈ વધવા પામે છે અને ફીડરની લંબાઈ વધવાને કારણે ફીડરના છેલ્લે આવેલા ગ્રાહકને પૂરતા વોલ્ટેજ ન મળે ત્યારે ફીડરનું વિભાજન કરવાની જરૂર પડે છે. વધુમાં કોઈ પણ ફીડરનું વોલ્ટેજ રેગ્યુલેશન ૯ ટકા હોવું જોઈએ એટલે કે તે ફીડરના છેવાડે આવેલ વીજ ગ્રાહકને મળવા પાત્ર વોલ્ટેજથી ૯ ટકાથી ઓછા વોલ્ટેજ મળે ત્યારે ફીડરનું વિભાજન કરવામાં આવે છે. સરકાર દ્વારા સાગરખેડુ સવાર્ગી વિકાસ યોજના, સરદાર કૃષિ જયોતિ યોજના, નોર્મલ એજી ફીડર બાયફરકેશન યોજના, વનબંધુકલ્યાણ યોજના – ૨ તથા સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ (એસ.આઈ.) યોજના અંતર્ગત  ફીડરનું વિભાજન કરવામાં આવે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. 


ગુજરાતમાં કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આ સમાચાર તમારા કામના છે