રાહુલ ગાંધીના આદેશને ઘોળીને પી ગયા રાજકોટના કોંગ્રેસીઓ, કપાઈ ગયું નાક
હાઇકમાન્ડના આદેશનું પાલન કરવામાં સ્થાનિક જૂથવાદ નજરે પડ્યો હતો
રાજકોટ : રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશભરમાં કોમી એખલાસની જાળવણી માટે દરેક જિલ્લા વડા મથકમાં ઉપવાસ યોજવાની સૂચના આપી હતી. આ આયોજનના ભાગ રૂપે રાજકોટમાં પણ જ્યુબલી બાગ પાસે ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસે ઉપવાસ કર્યા હતા. જોકે આ કાર્યક્રમમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલ્લો પડી ગયો હતો જેના કારણે પક્ષનું નાક કપાઈ ગયું હતું. આ કાર્યક્રમ સદંતર નિષ્ફળ સાબિત થતા આયોજનનો ફિયાસ્કો થઈ ગયો હતો. હાઇકમાન્ડના આદેશ છતાં આ કાર્યક્રમમાં 33માંથી આગળીના વેઢે ગણાય એટલા જ કોર્પોરેટર હાજર હતા. આ સિવાય શહેર પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુની ગેરહાજરી પણ ઉડીને આંખે વળગતી હતી. પણ ડોકાયા ન હતા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પર ઉપવાસમાં બેસી ગયા છે. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના બીજા અનેક સિનિયર નેતા પણ ઉપવાસ પર બેઠા છે. આ સિવાય આખા દેશમાં કોંગ્રેસના નેતાઓ કાર્યલયમાં ઉપવાસ પર બેસશે. કોંગ્રેસ તરફથી કહેવામાં આ્વ્યું છે કે હિંસા પર લગામ કસવા અને પરસ્પર સદભાવ, ભાઈચારા અને શાંતિ જાળવવા કોંગ્રેસના તમામ મુખ્યાલયો પર સવારે 11થી સાંજે પાંચ વાગ્યા સુધી ઉપવાસ રાખવામાં આવશે.
આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ દરેક રાજ્ય અને જિલ્લાઓમાં પ્રદર્શન કરશે. રસપ્રદ વાત એ છે કે, બીજેપી પણ વિપક્ષ પર સાંસદ ન ચલાવવા દેવાનો આરોપ લગાવતાં 12 એપ્રિલે પોતાના સાંસદો દ્વારા ઉપવાસની જાહેરાત કરી ચૂકી છે.