અમદાવાદ : કોંગ્રેસ હંમેશાથી વૈચારિક રીતે પછાત રહી હોય તેવું વધારે એક વખત સાબિત થયું છે. કોરોના કાળનો કટોકટીનો સમય હતો ત્યારે ભાજપ અને તેના સાંસદો દ્વારા ICU સાથેની એમ્બ્યુલન્સ લોન્ચ કરી દેવામાં આવી હતી. જો કે હવે કોરોનાનો પ્રકોપ શાંત થયા બાદ અચાનક કોંગ્રેસને પોતાની એમ્બ્યુલન્સ લોન્ચ કરી હતી. અત્રે નોંધનીય છે કે, હાલમાં પણ કોરોનાની લહેર ચાલી રહી છે પરંતુ રસીકરણ મોટા પ્રમાણમાં થઇ ગયું હોવાનાં કારણે હાલમાં કોઇ પણ દર્દી ગંભીર રીતે બિમાર નથી થતા જેના કારણે આ એમ્બ્યુલન્સ કે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી રહી. તેવામાં કોંગ્રેસ દ્વારા આઇસીયું એમ્બ્યુલન્સ લોન્ચ કરવામા આવી તે કેટલું પ્રાસંગિક છે તે તો વિચારવું જ રહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાહત સમિતીના મેનેજિંગ ટ્રસ્ટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડીયાએ ત્રણ ઇન્દિરા ગાંધી ICU ઓન વ્હીલ્સ ત્રણ મોબાઇલ ક્લિનીકનું લોકાર્પણ કર્યું હતું. કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના કારણે પીડિત ભાઇ-બહેનોને મદદ કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાહત સમિતિની સાર્વજનીક ટ્રસ્ટ 1983માં સ્થાપના અહેમદ પટેલની પ્રેરણાથી થયું હોવાનું જણાવ્યું હતું.


રાજ્યના પશુધન બચાવવા માટે ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ 130 જેટલા કેમ્પો ચલાવીને અંદાજે સવાલાખ અબોલ પશુઓને નિભાવીને બચાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. આ ઉપરાંત હરિયાણાથી ઘાસની ટ્રેન મંગાવીને પશુપાલકોને વિતરણ સહિતની અનેક સેવાકીય પ્રકલ્પો હાથ ધરીને પ્રજાને પડખે રહેવાનું કામ ટ્રસ્ટે કર્યું હતું. ગુજરાતના કાર્યકર્તાઓને દુષ્કાળ, વાવાઝોડા, પુર, ધરતીકંપ હોય કે માનવસર્જીત આફત હોય દરેક આપદા વખતે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા હંમેશા અગ્રેસર રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube