ગૌરવ પટેલ/અમદાવાદ :કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી હજી આજે જ 101 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી મુક્ત થયા છે. ત્યાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલ (Ahmed patel) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. સાથે જ પોતાના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ થવાની સલાહ પણ આપી છે. 


આ પણ વાંચો : રાતોની રાતો દિવાલો જોઈને વિતાવી, જેલ કરતા પણ વિકટ સ્થિતિ જોઈ : ભરતસિંહ સોલંકી


આ પહેલા મંગળવારે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓએ ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમના પત્ની ઉષા નાયડુનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ વૈંકેયા નાયડુ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાના અત્યાર સુધી 6312854 લોકો સંક્રમિત થયા છે. તો મરનારાઓનો આંકડો 98,708 પર પહોંચી ગયો છે. તેમાં 5273201 લોકો સારવાર બાદ રિકવર થયા છે.