ગાંધીનગરઃ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મૃદુ મુખ્યમંત્રી ક્યારે થશે મક્કમ એવું ગુજરાતના મતદારો પૂછી રહ્યા છે. ગુજરાત ભાજપ સરકારના આશિર્વાદથી બેફામ બનેલા ગુંડાઓ અને ભ્રષ્ટાચારઓ થકી "ઉડતા ગુજરાત" બની ગયું છે, જે આવનારી પેઢીઓ માટે ખુબજ ચિંતાનો વિષય છે. ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લેન્ડ થયું છે. જેના કારણે ગુજરાત ડ્રગ્સનું લેન્ડીંગ હબ બની રહ્યું છે. જે રીતે ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગ ફેકટરીઓ પકડાઈ, ફાર્માસ્યુટીકલ કંપનીની આડમાં ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગ ફેકટરીઓ પકડાય એનાથી એમ કહેવાય છે કે ગુજરાત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે. જે રીતે ડ્રગ્સની હેરાફેરી થાય છે, વેપાર થાય છે એનાથી ગુજરાત ડ્રગ્સનું ટ્રેડીંગ હબ પણ બની રહ્યું છે. ગુજરાતમાં ઠેરઠેર ભજીયાની લારીથી લઈને આઈસ્ક્રીમના પાર્લર સુધી ડ્રગ્સ વેચાય છે, એનાથી ગુજરાત ડ્રગ્સના વેચાણ માટેનું રીટેઈલ હબ પણ બની રહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફ ડ્રગ્સનો કોઈ પેડલર પકડાય તે રાજ્યના ગૃહમંત્રી સાથે, રાજ્યપાલ સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે ભાજપના અનેક મોટા નેતાઓ સાથે નજીકનો ઘરોબો ધરાવતા હોય તે રીતે ફોટા પડાવે છે. (એના દાખલા રૂપે ડ્રગ્સના પેડલર સાથે રાજ્યના ગૃહમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથેનો ફોટો દેખાડવામાં આવ્યો.) રાજ્યના ગૃહમંત્રીને ડ્રગ્સનો પેડલર જન્મદિવસની શુભેચ્છા આપતા લખે છે કે, મારા જીગરજાન મિત્ર અને મોટાભાઈને  જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું. જયારે ગૃહમંત્રીના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પરથી એને જવાબ મળે છે ધન્યવાદ ભાઈ....એનો સ્પષ્ટ મતલબ થયે છે કે ડ્રગ્સના પેડ્લરો, ડ્રગ્સનો ધંધો કરતા લોકોનો નજીકનો સબંધ છે. આ જ કારણે આજે ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને યુવા પેઢી બરબાદ થઇ રહી છે. 


ઓગસ્ટના બીજા સપ્તાહમાં મોરબીથી શરૂ થશે કોંગ્રેસની ન્યાય યાત્રા, જાણો યાત્રાનો રૂટ


ગરીબો માટેના અનાજની ચોરી અને હેરફેર થઇ રહી છે એમાં પણ ભાજપના એક નેતા પકડાય છે. રાજ્યમાં અત્યારે સ્થિતિ એવી છે કે ગૃહમંત્રી એમના નજીકના મિત્રો સામે મક્કમ નથી થઇ શકતા પણ કહેવાતા મક્કમ મુખ્યમંત્રી પણ એમના રાજમાં આખું તંત્ર બોદું અને નકામું થયું છે તમ છતાં ચુપ છે. ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેર વહીવટ ચાલે છે, અધિકારીઓનું રાજ ચાલે છે, ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો પણ ખુલ્લેઆમ ફરીય કરે છે તેમ છતાં કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તંત્ર સામે પગલા લેતા અચકાય છે એનો જવાબ સરકાર આપે. ચારે તરફ ભાજપના જ નેતાઓ દ્વારા ચૂંટણી જીતવા ભરતી મેળો કરવામાં આવે અને કોઈપણ કક્ષા જોયા વગર પ્રોત્સાહન આપવામાં આવે છે તેના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી અમારે પણ મુખ્યમંત્રીને કહેવું છે કે ક્યારે ધ્રુતરાષ્ટ્રની ભૂમિકામાંથી બહાર આવશો, ક્યારે ભાજપના કેસરિયો ખેસ પહેરી ખુલ્લેઆમ લોકોને લુંટતા, લોકોને ડરાવતા, ધમકાવતા, અત્યાચાર અને અન્યાય કરતા ભાજપના કાર્યકરો સામે પગલા લેવામાં ક્યારે તમે મક્કમ બનશો એ ગુજરાતની જનતા પૂછી રહી છે. ગુજરાતમાં અત્યારે એક મજબુત મુખ્યમંત્રીની જરૂર છે. હિંમતવાળા મુખ્યમંત્રીની જોઈએ છીએ જે આખા ગુજરાતમાં ચોરીઓ, લુંટ, અન્યાય અને અત્યાચાર થઇ રહ્યો છે, બળાત્કાર થઇ રહ્યો છે, ભાજપનો કેસરિયો ખેસ પહેરી બેફામ થયેલા લોકો ગુજરાતના લોકોને ડરાવી-ધમકાવીને લુંટી રહ્યા છે એની સામે મક્કમ પગલા લે એવી આશા રાખીએ છીએ.