ભરતસિંહ સોલંકીએ રેકોર્ડ સર્જ્યો, 101 દિવસ હોસ્પિટલમાં રહી કોરોનાની ટ્રીટમેન્ટ લેનાર એશિયાના પ્રથમ દર્દી
- આવતીકાલે હોસ્પિટલમાં 102 દિવસ પૂરા કરશે. આ દરમિયાન 51 દિવસ તેઓએ વેન્ટિલેટર પર વિતાવ્યા હતા.
-
ઈન્જેક્શન બાદ હજી પણ રોજનો તેમનો 22 દવાઓનો કોર્સ ચાલુ છે.
ગૌરવ પટેલ/અમદાવાદ :કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાના દર્દીનો રેકોર્ડ તોડ્યો છે. તેઓ કોરોના માટે હોસ્પિટલમાં લાંબો સમય સુધી સારવાર લેનાર એશિયાના પ્રથમ દર્દી બન્યા છે. આવતીકાલે ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) ને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના છે. જેથી તેઓના હોસ્પિટલમાં આવતીકાલે 102 દિવસ પૂરા થશે. ભરતસિંહ સોલંકીને આવતીકાલે સવારે ૧૦.૩૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે સીમ્સ હોસ્પિટલમાંથી રજા અપાશે. ત્યારે આજે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેઓને મળવા પહોંચ્યા હતા. એમ્સના ડિરેક્ટર ડો. ગુલેરિયાના સતત માર્ગદર્શન હેઠળ ભરતસિંહ સોલંકીની સારવાર ચાલી રહી હતી. ભરતસિંહની સારવારમાં પ્લાઝ્મા થેરાપી અને ટોસિબિઝુલેબ ઇન્જેક્શનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ‘25% ફીમાં રાહત મળશે, જેના માટે વાલીઓ તૈયાર રહે...’ ફીના કકળાટ વચ્ચે વાયરલ થયો વાલી નરેશ શાહનો આ મેસેજ
સમગ્ર એશિયામાં સૌથી લાંબો સમય કોવિડની સારવાર લેનાર દર્દી
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી કોરોનાગ્રસ્ત થયા બાદ લાંબા સમયથી સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ વડોદરા અને ત્યાથી સીમ્સમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ત્યારે હવે ભરતસિંહ સોલંકી Longest treated covid patient બન્યા છે. જેઓએ આવતીકાલે હોસ્પિટલમાં 102 દિવસ પૂરા કરશે. આ દરમિયાન 51 દિવસ તેઓએ વેન્ટિલેટર પર વિતાવ્યા હતા. આખરે ભરતસિંહ સોલંકીને ગુરુવારે રજા અપાશે. ત્યારે સીમ્સ હોસ્પિટલ દ્વારા દાવો કરાયો કે, ભરતસિંહે ભારત અને એશિયામાં સૌથી લાંબો સમય કોવિડની સારવાર લીધી છે. 101 દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી. હવે તેમની તબિયત સુધારા પર છે. જોકે, ઈન્જેક્શન બાદ હજી પણ રોજનો તેમનો 22 દવાઓનો કોર્સ ચાલુ છે.
આ પણ વાંચો : ગુજરાતનો ડંકો વાગ્યો, ભારતીય ધનકુબેરોના લિસ્ટમાં 60 ગુજરાતી ઉદ્યોગપતિઓ
સુરતના બિલ્ડરની દરિયાદિલી, કોરોના વોરિયર્સ માટે ખુલ્લુ મૂક્યું આખેઆખું કોમ્પ્લેક્સ