પ્રેમલ ત્રિવેદી/પાટણ :રાજ્યમાં 6 બેઠકોની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ના બંને પક્ષોના ઉમેદવાર જાહેરા થાય તે પહેલા જ અતિ મહત્વની એવી રાધનપુર (Radhanpur)  બેઠક પરથી મોટા બ્રેકિંગ સામે આવ્યા છે. રાધનપુર વિધાનસભા (Radhanpur VidhanSabha) ની પેટાચૂંટણીમાં નવો ગરમાવો આવ્યો છે. હવે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. કારણ કે, કોંગ્રેસ (Congress) ના જૂના નેતા અને પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી દાવેદારી માં અગ્રેસર એવા ફરસુભાઈ ગોકલાણી NCP પક્ષમાં જોડાયા છે. ફરસુભાઈ ગોકલાણીને NCP તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાપીમાં વેપારીએ પાંચ માળની હોટલથી કૂદકો માર્યો, લોકોએ live Suicide નિહાળ્યું, Video પણ બનાવ્યા


કોંગ્રેસમાં ગણના ના થતા ફરશુભાઈ ગોકલાણીએ પેટાચૂંટણીના ઉમેદવારની જાહેરાત પહેલા જ પક્ષ પલટો કર્યો છે. રાધનપુર વિધાનસભા મતક્ષેત્રમાં ફરસુભાઈ ગોકલાણી જાણીતો ચહેરો હોવાથી કોઈપણ પક્ષની બાજી બગાડી શકે છે. એનસીપી દ્વારા જાહેર કરવામાં આવ્યું કે, ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી માટે રાધનપુર સીટ એનસીપીના ઉમેદવાર ફરશુભાઈ ગોકલાણીનું નામ જાહેર કરવામાં આવે છે. આગામી દિવસોમાં બાકીની સીટ પર ચર્ચાવિચારણાના અંતે બાકીના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે.  


રાજકોટના મેયર અને શાસક પક્ષના નેતાએ મહિનાઓ જૂનો ઈ-મેમો હજી ભર્યો નથી


ઉલ્લેખનીય છે કે, હાલ 6 બેઠકોમાંથી રાધનપુર સૌથી મહત્વની સીટ ગણાય છે. રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરને ભાજપ ટિકિટ આપે તેવી સંભાવના છે. તેની સામે વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અલ્પેશને ટક્કર આપે તેવા એંધાણ વર્તાઈ છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :