ગૌરવ પટેલ/અમદાવાદ :પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે પોતાના આગામી આયોજન અંગે સીધી વાત કરી. તેમણે કહ્યું કે, મારો ટાર્ગેટ ગુજરાતના ૧૬ હજાર ગામડા ફરવાનો છે. તેમના પ્રશ્નો અને વેદનાને વાચા આપવાનો છે. કોઇ પણ વ્યક્તિની સફરની શરૂઆત સામાજિક અને રાજકીય હોય, હું એ જ કાર્યની શરૂઆત કરુ છું. જેમાં મને સફળતા મળે. આંદોલનની શરૂઆત કરી અને એમાં અમને સફળતા પણ મળી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત તેનો વિરોધ કરી રહ્યા હતા. અમારો પ્રયાસ ગુજરાતના તમામ ગામડાઓને સમૃધ્ધ કરવાનો છે. માત્ર અમદાવાદ કે ગાંધીનગર નહિ, મારે કોગ્રેસ પાર્ટીમાં આવી લોકોની સેવા કરવી હોય તો કરી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોતના આંકડાથી સુરતમાં ફફડાટ, 24 કલાકમાં 16ના અને 48 કલાકમાં 30 દર્દીના મોત


તેમણે વધુમાં કહ્યું કે, ભાજપાએ લોકો સાથે અન્યાય ન કર્યો હોત તો મારે વિરોધ ન કરવો પડ્યો હોત. લોકોને કોંગ્રેસ સાથે જોડવા મુશ્કેલ છે, પણ અશક્ય નથી. લોકો આજે સરકાર સામે અવાજ નથી ઉઠાવી શકતા. કેમકે લોકોને જેલમાં જવાનો ડર છે. સરકાર લોકતંત્રની વિરોધમાં કાર્ય કરે છે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે લોકો વિરોધ કરી શકતા હતા. કોઇને જેલમાં પૂરવામાં આવતા ન હતા. હું કોઇ જૂથનો વ્યક્તિ નથી, હુ જનતાના જૂથનો વ્યક્તિ છું. જુથવાદ પરિવાર સહિત તમામ જગ્યાએ હોય છે. એમાં તાલમેલ કરવો જરૂરી છે. કોગ્રેસનુ એક જ જુથ છે. રાજ્યની ૬ કરોડ જનતાએ કોંગ્રેસનું જૂથ છે, અમારામાં કોઈ જૂથવાદ નથી.


વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત, પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલનો રિપોર્ટ પોઝિટિવ