મૌલિક ધામેચા/અમદાવાદ :કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર આખરે કેસરિયા થવા જઈ રહ્યાં છે. તેમણે ટ્વીટ દ્વારા ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. 22 ફેબ્રુઆરી સવારે 11 વાગ્યે જયરાજસિંહ ભાજપમાં જોડાશે. ગાંધીનગર કમલમ ખાતે જયરાજસિંહ ભાજપમાં જોડાશે. આ પહેલા તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. સીઆર પાટીલે ચાંદીનો સિક્કો આપીને તેમનુ સ્વાગત કર્યુ હતું. જયરાજસિંહ પરમાર અને તેમના દીકરાએ BJP અધ્યક્ષ સીઆર પાટીલ સાથે કરેલી મુલાકતના ફોટો પણ જાહેર કર્યા. ત્યારે તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, કુળદેવીના આશીર્વાદ સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયરાજસિંહ અને પાટીલ વચ્ચે અઢી કલાક મુલાકાત
જયરાજસિંહ 22 ફેબ્રુઆરીએ ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાશે અને એ પહેલા જયરાજસિંહ પરમાર અને તમના પુત્રએ સીઆર પાટીલ સાથે પણ મુલાકાત કરી. અઢી કલાક સુધી જયરાજસિંહ અને સીઆર પાટીલ વચ્ચે મુલાકાત ચાલી હતી. જેમાં પહેલા સમર્થકો અને પછી જયરાજસિંહ જોડાશે તેવી વાત થઈ હતી. જયરાજસિંહને ભાજપમાં સન્માન મળશે તેવી પણ પાટીલ દ્વારા ખાતરી અપાઈ હતી. ત્યારે સૂત્રો પાાસેથી મળતી માહિતી અનુસાર, જયરાજસિંહ પરમારને બોર્ડ નિગમમાં પણ સ્થાન મળી શકે છે. 



ટ્વીટ કરીને જાણ કરી 
તેમણે ટ્વીટ કરી કે, ‘મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.. જય હિંદ..’



કોંગ્રેસે જયરાજસિંહને સાઈડલાઈન કર્યાં 
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના આંતરવિવાદને કારણે જયરાજસિંહ પરમારે તાજેતરમાં પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. ભાવુક થઈને તેમણે કહ્યું હતું કે, મે કારકિર્દી જોખમમાં મૂકી કામ કર્યુ છે, કોંગ્રેસમાં કોઈ સિસ્ટમ નથી. જયરાજસિંહ પરમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસ હટાવ્યું હતું. પોતાના કોંગ્રેસના હોદ્દાઓ દૂર કર્યા છે. સાથે જ તેમણે કાર્યકરો જોગ પત્ર પણ લખ્યો હતો. જેમાં પોતાને થયેલા અન્યાયનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ પોતાને ટિકિટ ન મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.