ગુજરાતમાં યુપીવાળી! જામનગરમાં કોંગ્રેસ નેતાની હત્યા, 10થી વધુ શખ્સો હથિયારો લઈ તૂટી પડ્યા
Jamnagar News: જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા અને વકીલાત કરતા હારુન પાલેજા આજે સાંજના સમયે પોતાનું મોટર સાયકલ લઈને બેડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 10 જેટલા શખ્સોએ તેમને આંતરી તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
ઝી બ્યુરો/જામનગર: વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયે વકીલ એવા હારૂન પાલેજાની જામનગરમાં બુધવારે સાંજે બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા નિપજાવી દેવાતા ખળભળાટ મચી ગયો છે. મુસ્લિમ સમાજના આગેવાનની હત્યા કરાતા અરેરાટી વ્યાપી ગઈ છે. બેડી વિસ્તારમાં મુસ્લિમ આગેવાન પર જીવલેણ હુમલો કરાયો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. હારૂન પલેજા વોર્ડ નં-1ના કોંગ્રેસના નગરસેવકના પિતા છે. પોલીસ દ્વારા જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે.
નીતિન પટેલ Vs કરશન સોલંકી; હું તો નીતિનભાઇને પગે લાગું છું, પણ સાહેબ સામું જોતા નથી.
મુસ્લિમ સમાજના આગેવાનની હત્યા
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા અને વકીલાત કરતા હારુન પાલેજા આજે સાંજના સમયે પોતાનું મોટર સાયકલ લઈને બેડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 10 જેટલા શખ્સોએ તેમને આંતરી તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હારુન પાલેજાને તાત્કાલીક જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
બાપાએ ગુજરાતના એક સમયના CMને કર્યા હતા ઘરભેગા, હવે દીકરો કોંગ્રેસનો ઉમેદવાર, ભાજપને
એસપી સહિતનો પોલીસ કાફલો દોડ્યો
ઘટનાના પગલે જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પર પહોંચી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હારૂન પાલેજાની હત્યાના વિરોધમાં જામનગરના વકીલ મંડળ દ્વારા આવતીકાલે કોર્ટ કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરી છે. હત્યાના બનાવને અંજામ આપી નાશી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં ભાજપે 10 સાંસદોની કાપી દીધી ટિકિટ, જાણી લો કઈ છે બેઠક અને કયા છે નામ
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં વકીલાત કરતા અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હારૂન પાલેજા હાલ સિક્કા નગરપાલિકાના પ્રભારી તરીકે કાર્યરતા હતા. જ્યારે તેમના ભત્રીજા નુરમામદ પાલેજા હાલ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસના કોર્પોરેટર તરીકે કાર્યરત છે.