અલ્કેશ રાવ/બનાસકાંઠા :થરાદ (Tharad) ના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા માવજીભાઈ પટેલે (Mavji Patel) એક ઓડિયો ક્લિપ વાઇરલ કરીને મુખ્યમંત્રીના હસ્તે આજે ભાજપ (BJP) માં જોડાવવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને થરાદનું રાજકારણ ગરમાયુ છે. ત્યારે કોંગ્રેસ (Congress) થી નારાજ માવજીભાઈ પટેલે ઝી મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી તેમની સતત અવગણના કરતી હતી. જેના કારણે તેઓ નારાજ હતા. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ પક્ષ દ્વારા તેમને કોઈ પણ લાલચ કે રૂપિયા કે પછી સોદો કરવામાં આવ્યો નથી. પરંતુ થરાદનો વિકાસ થાય તે માટે તેઓએ સ્વેચ્છાએ ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે.


ધ્રાંગધ્રાના એક યુવકના ફોનથી નાયબ મુખ્યમંત્રી થઈ ગયા હેરાન-પરેશાન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે પ્રાણીઓના પેટમાં ગયેલું મેટલ શોધી શકાશે, ગુજરાતમાં પહેલીવાર આણંદ યુનિવર્સિટીમાં આવ્યું ખાસ મશીન


ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ માવજી પટેલની કોંગ્રેસ સામે નારાજગી સામે આવી હતી. 2017માં કોંગ્રેસે માવજીભાઈ પટેલને ટિકીટ ન આપતા તેવો અપક્ષ ચૂંટણી લડ્યા હતા. 2017માં અપક્ષ ચૂંટણી લડી માવજીભાઈ પટેલે 42,982 વોટ મેળવ્યા હતા. ત્યારે માવજી પટેલ ભાજપમાં જોડાય તો કોંગ્રેસને મોટું નુકસાન થશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :