અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસના જાણીતા નેતા અને કર્મઠ કાર્યકર જયરાજસિંહ પરમારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને એક ખુલ્લો પત્ર લખ્યો છે. પક્ષમાં શિસ્ત ભંગ કરનાર સામે કોંગ્રેસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આલી અને કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા જિલ્લા પંચાયતના 35 સભ્યો અને તાલુકા પંચાયતના 142 સભ્યોને 6 વર્ષ સસ્પેન્ડ કરવામાં આવ્યા તે મુદ્દે ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પત્રમાં જણાવ્યું કે આ પગલાને કારણે પક્ષના તમામ કાર્યકરોમાં નવીન ઉર્જાનો સંચાર થયો છે. સાથે જ એમ પણ કહ્યું છે કે આવા પગલાથી પક્ષનું સંગઠન વધુ સુદ્રઢ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રમાં જયરાજસિંહ પરમાણે જણાવ્યું હતું કે 31 જિલ્લા પંચાયત 230 તાલુકા પંચાયતમાં અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા પ્રમુખ-ઉપપ્રમુખ માટે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર આદેશનું ઉલ્લઘંન કરનાર સામે આપે શિસ્ત ભંગના પગલાં લઈને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ જિલ્લા પંચાયતના 35 સભ્યો અને તાલુકા પંચાયતના 142 સભ્યોને 6 વર્ષ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં જરૂરી કાનૂની કાર્યવાહી કરીને તેમના સભ્યપદ રદ્દ થાય તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે જાણી વાત દુઃખદ હોવા છતા આનંદ થયો.



મારો આ ખુલ્લો પત્ર પક્ષના સંગઠનાત્મક માળખા ને સુદ્રઢ અને સંતુલિત કરવાના આપના પ્રયાસથી ઉત્સાહિત તમામ કાર્યકરોની લાગણી અને અભિવાદન આપના સુધી પહોંચાડવાનો નમ્ર અને પ્રમાણિક પ્રયાસ છે.


રાજકીય નફા-નુક્શાનની પરવા કર્યા સિવાય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે આપે જે ઝુંબેશ ઉપાડી છે તેણે પક્ષ માટે ખપી જવાનું ખમીર ધરાવતા તમામ કાર્યકરોમાં નવીન ઉર્જા નો સંચાર થયો છે.  


સત્તા એ સેવાનું માધ્યમ છે. સેવા અને સમાનતા એ કોંગ્રેસનું વિચારબિંદુ છે. આ અવધારણા ને વળગીને ચાલનારા તમામ સાથી કાર્યકરો વતી ફરી એકવાર આપને અભિનંદન પાઠવુ છું. જય હિંદ.
જય કોંગ્રેસ.