કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ફરી ગુજરાત પ્રવાસ ફાઈનલ થયો! જાણો તેમના કાર્યક્રમ વિશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપના દિગ્ગજો એક બાદ એક ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 1લીમેના રોજ ગુજરાત આવવાના હતા. પરંતુ કોઈ કારણોસર પાછળથી તેમણો ગુજરાત પ્રવાસ મોકૂફ રખાયો હતો.
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તો અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકૂફ રખાયો હતો, જે હવે ફરી એકવાર નક્કી થયો છે. રાહુલ ગાંધી 10 મેના રોજ ગુજરાત આવશે. દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહમાં હાજરી આપશે. એટલું જ નહીં, રાહુલ ગાંધી આદિવાસી અધિકારી સત્યાગ્રહની શરૂઆત કરાવશે. જે કોંગ્રેસનું ચૂંટણી સુધી આદિવાસી અધિકાર સત્યાગ્રહ ચાલશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપના દિગ્ગજો એક બાદ એક ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 1લીમેના રોજ ગુજરાત આવવાના હતા. પરંતુ કોઈ કારણોસર પાછળથી તેમણો ગુજરાત પ્રવાસ મોકૂફ રખાયો હતો. મહત્વનું છે કે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવવાના હતા અને દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાની શરૂઆત કરાવવાના હતા. 2022ની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ આદિવાસી અધિકાર યાત્રા યોજાવાની હતી. આ યાત્રાને લઇને દાહોદમાં કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો દ્વારા બેઠકનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જો કે 1 મેનો પ્રવાસ ભલે કેન્સલ થયો પરંતુ આગામી 10 મેના રોજ દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહમાં હાજરી આપશે અને જ્યાં એક સભાને પણ સંબોધશે તેવી વાત ચાલી રહી છે.
સમગ્ર ગુજરાતમાં વૈશાખી વાયરા વાયા, ગરમ પવન સાથે લૂ વર્ષા, જાણો હવામાન વિભાગની કાતિલ આગાહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube