કોંગી નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનની કરી માંગ
રાજ્યમાં પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલા અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મોટી વાત કરી છે. તેમણે સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે આ સરકારનું જ ષડયંત્ર છે.
હિતેન વિઠ્ઠલાણી/ગુજરાત : રાજ્યમાં પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલા અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મોટી વાત કરી છે. તેમણે સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે આ સરકારનું જ ષડયંત્ર છે. આ સાથે જ તેમણે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસના લાગુ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે સરકાર કામ નથી કરતી તો રાજ્યમાં સંવૈધાનિક કાર્યવાહી થવી જરૂરી છે. આજે કોંગી નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસના લાગુ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે સરકાર કામ નથી કરતી તો રાજ્યમાં સંવૈધાનિક કાર્યવાહી થવી જરૂરી છે. હાલ વિશ્વસ્તરે ગુજરાતની છબી ખરડાઈ છે.
દેશભરમાં હાલ ગુજરાતમાં પરપ્રાંતીયોનો માહોલ ગરમાયો છે. શક્તિસિંહ ગોહિલે તેને સરકારનું ષડયંત્ર ગણાવ્યું હતું. બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, પોતાની નબળાઈ છુપાવવા સરકારનું આ ષડયંત્ર છે. કોંગ્રેસ પાર્ટી કોઈને બચાવવાનો પ્રયાસ નથી કરતી. બક્ષીપંચનાં નેતાને બદનામ કરવાનો આ બીજેપીનો પ્રયત્ન છે. દેશમાં બધા લોકો ગમે ત્યાં વસી શકે છે. અલ્પેશને મેં બિહારમા ઓબીસી અને ઈબીસીનું કામ સોંપ્યું છે, જેથી તેને ફસાવવામાં આવી રહ્યો છે.
અલ્પેશ ઠાકોરે કહ્યું- આ કામ મારૂ નહીં...
દીકરી પર બળાત્કાર થાય તો સ્વાભાવિક છે કે સમાજમાં આક્રોશ રહેશે. પણ દીકરીના ન્યાય માટે વિડીયોમા અપીલ કરીને કોઈએ ભડકાવાનો પ્રયાસ નથી કર્યો. બિજેપી સોશીયલ મિડીયામા ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. આજ સુધી ગુજરાત સરકારને કોઈ પુરાવો નથી મળ્યો, એના વિરુદ્ધ કોઈ કેસ હજુ નહી થયો, તો કાર્યવાહી શા માટે. પોતાની નબળાઈ છુપાવા બીજેપી એ આવું કર્યું અને ગુજરાત બદનામ થયું. ગુજરાતીઓના આવા સંસ્કાર નથી, સ્વભાવ નથી. પરંતુ ચૂંટણીમાં રાજકીય લાભ માટે આવી હરકતો થાય છે, ને ગુજરાત બદનામ થયું.