વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રસની બેઠક, ઉમેદવારોના નામની પેનલ થઇ નક્કી
પેટા ચુટંણી માટે ઉમેદવારોની પસંદ કરવા કોંગ્રેસની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જેમાં પ્રભારી રાજીવ સાતવની સહિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં નિરીક્ષકો અને આગેવાનો સાથે દાવેદારોના નામની ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદ: પેટા ચુટંણી માટે ઉમેદવારોની પસંદ કરવા કોંગ્રેસની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જેમાં પ્રભારી રાજીવ સાતવની સહિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં નિરીક્ષકો અને આગેવાનો સાથે દાવેદારોના નામની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દીઠ ચર્ચા કર્યા બાદ બે નામોની પેનલ કોંગ્રેસે તૈયાર કરી છે. પેનલ તૈયાર કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવશે. ઉમેદવારોની પેનલ તૈયાર કરવા માટે નિરિક્ષકો સાથે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે વન ટુ વન બેઠક પણ યોજી હતી. બેઠક બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દરેક વિધાનસભા સીટ મુજબ સિનિયર આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી છે.
- 6 વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે તૈયાર કરેલી પેનલના નામ
- અમરાઇવાડી બેઠકમાં ડો.કનુ પટેલ અને ધર્મેન્દ્ર પટેલનું નામની પેનલ
- લુણાવાડા બેઠક માટે ગુલાબસિંહ ચૌહાણ અને પી એમ પટેલનું નામ
- રાધનપુર બેઠક માટે રધુ દેસાઈ અને ગોવિદ ઠાકોરનું નામ પેનલમાં
- ખેરાલુ બેઠક માટે આશા ઠાકોર , મુકેશ ચૌધરી અને બાબુજી ઠાકોર
- થરાદ બેઠક પર માવજી ચૌધરી અને અંબાલાલ સોલંકી
- બાયડ બેઠક માટે જશુ પટેલ અને માન્વેન્દ્રસિંહ સોલંકીનું નામ
- હાઇકમાન્ડની અંતિમ મહોર બાદ નામ થશે જાહેર
રાજ્ય સરકાર મગફળી ખરીદી માટે 1 ઓક્ટોબરથી શરૂ કરશે રજીસ્ટ્રેશન
બુથ લેવલથી સંગઠનની કામગીરીની સમીક્ષા કરી છે. લોકપ્રિય ઉમેદવાર નક્કી કરવામાં આવશે. મહત્વનું છે કે 6 બેઠકો માટે 49 દાવેદારો હતા. સ્થાનિક કક્ષાએ ખૂબ પરામર્શ થયો છે. જે નામ ઉભરીને આવ્યા એ સર્વસ્વીકૃત હશે. કાર્યકરોની પસંદગીના ઉમેદવાર આપવામાં આવશે. સ્થાનિક કાર્યકરોના અભિપ્રાય મુજબ જ ઉમેદવારોની પસંદગી થશે. બે નામોની પેનલ નક્કી કરવામાં આવી છે. નામો હાઇકમાન્ડને મોકલવામાં આવશે. બે દિવસમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. એનસીપી સાથે ગઠબંધન અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગઠબંધનનો નિર્ણય હાઇકમાન્ડ કરશે.
જુઓ LIVE TV :