ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે તમામને રિઝવવા કર્યો પ્રયાસ : અનામત ફોર્મ્યુલા જાહેર
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાનું જાહેરાત પત્ર ઇશ્યુ કરી દીધું છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ ભરત સિંહ સોલંકીએ આ જાહેર કરતા ખુશાલી ઇન્ડેક્સને તેનો મુખ્ય હિસ્સો ગણાવ્યો હતો. ઢંઢેરામાં રાજ્યનાં લઘુમતી પંચ બનાવવાનું વચન આપવામાં આવ્યું છે. સાથે જ ખેડૂતોએ પાક ઉગાડતા પહેલા જ લઘુતમ સમર્થન મુલ્ય આપવાનું વચન પણ આપ્યું છે.
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાનું જાહેરાત પત્ર ઇશ્યુ કરી દીધું છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ ભરત સિંહ સોલંકીએ આ જાહેર કરતા ખુશાલી ઇન્ડેક્સને તેનો મુખ્ય હિસ્સો ગણાવ્યો હતો. ઢંઢેરામાં રાજ્યનાં લઘુમતી પંચ બનાવવાનું વચન આપવામાં આવ્યું છે. સાથે જ ખેડૂતોએ પાક ઉગાડતા પહેલા જ લઘુતમ સમર્થન મુલ્ય આપવાનું વચન પણ આપ્યું છે.
આ પ્રસંગે તેમણે કહ્યું કે, ગુજરાતનાં લોકોને ખ્યાલ છે કે પોતાનો વિકાસ કઇ રીતે કરવાનો છે. વિકાસની આંધળી દોડ ન હોવી જોઇએ. વિકાસનો અર્થ થાય છે ખુશ રહેવું. તેમણે કહ્યું કે ઘણી વિચારણા બાદ આ જાહેરાત પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને ચૂંટણીની જવાબદારી જેમને સોંપાઇ છે તે અ્શોક ગહલોત પણ હાજર રહ્યા હતા. ઉપરાંત શક્તિસિંહ ગોહીલ સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતા.
ખેડૂતો માટે શું છે ખાસ ?
- ખેડૂતોને પાકનાં પોષણક્ષમ ટેકાનાં ભાવ વાવેતર પહેલા અપાશે.
- ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે.
- ખેડૂતોને રોજ 16 કલાક વિજળી આપવામાં આવશે.
- ખેતી માટે વિનામુલ્યે પાણી આપવામાં આવશે.
- પાક વીમો અને કપાસ, બટાકા અને મગફળી જેવા પાક માટે વિશેષ બોનસ અપાશે.
- શેરડીની સહકારી મંડળીઓને સંરક્ષણ/મજબુત કરાશે.
- ખેડૂતો પર વીજ ચોરીનાં થયેલા કેસોની પુન સમીક્ષા થશે અને 6 મહિનામાં તમામ કેસોનો નિકાલ લવાશે.
- કોનાલની સગવડ નથી તેવા વિસ્તારોનાં ખેડૂતોને લિફ્ટ ઇરીગેશનની સુવિધા અપાશે, મહત્તમ વિસ્તાર સિંચાઇ સગવડ મેળવે તે માટે રીવર ગ્રીડ, ચેક ડેમ, ખેત તલાવડીઓ, ડ્રીપ ઇરિગેશનને ઉત્તેજન આપવામાં આવશે.
- નર્મદાનાં કમાન્ડ એરીયામાંથી બાકાત કરાયેલા વિસ્તારો અંગે સમીક્ષા કરીને પુન સમાવેશ કરાશે.
- વીજળીનાં પડતર કનેક્શનોને લોનયસબસીડી અને પોસાય તેવા હપ્તા સાથે ઝડપથી પુરા કરાશે.
- જમીનની સેટેલાઇ માપણી રદ્દ કરી ચોક્કસાઇ સાથે પુન : માપણી કરાશે.
- ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપતી નીતિ ઘટાશે
- ખેતીમાં વપરાશ થતા સાધનો, દવા, ખાતર અને તેની ઉત્પાદિત વસ્તુઓ પર લાગુ કરેલા જીએસટી કાઉન્સિ સમક્ષ રજુ કરી તેને નાબુદ કરવાની ઉગ્ર માંગણી કરાશે.
- કેન્દ્રની યુપીએ સરકારે પાસ કરેલ જમીન અધિગ્રહણ નિયમ 2002માં ભાજપ સરકારે કરેલા સુધારા, સરનો કાયદો, સિંચાઇનાં પાણીનો કાયદો વગેરેની સમીક્ષા થશે.ખેડૂત અને નાગરિકોનાં હિતમાં ન હોય તેવા તમામ કાયદાઓને રદ્દ કરવામાં આવશે.
મહિલાઓ
- જરૂરિયાત મંદ તમામ મહિલાઓને ઘરનું ઘર અપાશે.
- દરેક જિલ્લામાં એક બારી આપદા સહાય કેન્દ્ર અને 24 કલાક ટોલફ્રી મહિલા હેલ્પ લાઇનની વ્યવસ્થા
- બાળમંદિરથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી કન્યાઓની તમામ ફી સરકાર ભોગવશે.
- મહિલાઓને નાના ઉદ્યોગ - ધંધા, પશુપાલન અને સ્વરોજગાર માટે ઉદાર હાથે લોન/સબસીડી સાથે રૂપિયા 1.50 લાખ સુધીનું ધિરાણ કરાશે.
- મહિલા સંબંધિત ગુનાઓનાં કેસો માટે ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે.
યુવાન
- 25 લાખ બેરોજગાર યુવાનોને સ્વરાજગારી માટે 32 હજાર કરોડ રૂપિયાની વધારાની જોગવાઇ
- બેરોજગાર યુવાનોને 4 હજાર સુધીનું બેરોજગારી ભથ્થુ મળશે.
- સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ, આઉટ સોર્સિંગ, ફિક્સ પગાર પદ્ધતીની સંપુર્ણ નાબુદી અને કાયમી ધોરણે નિંમણુંક
- સરકારમાં ખાલી જગ્યાઓ માટે ભરતી
- નોંધાયેલા બેરોજગારોને વય મર્યાદામાં છુટછાટ
- દરેક તાલુકામાં રોજગાર માહિતી અને સહાય કેન્દ્ર
- રાજ્યનાં દરેક જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ અને હોસ્ટેલની વ્યવસ્થા સાથેનાં તાલીમ વર્ગો.
- દરેક સરકારી નોકરીઓ માટેનાં ઇન્ટરવ્યું તેમજ વિભાગીય ધોરણે આયોજન
- યુવાનોને નોકરીનાં ઇન્ટરવ્યું માટે એસ.ટી બસમાં ફ્રી પ્રવાસ
- દરેક તાલુકામાં સ્કીલ ડેવલપમેન્ટ માટેનાં સ્ટાઇપેન્ડ સાથેનાં તાલીમ કેન્દ્ર સ્થપાશે.
- સ્વરોજગારી માટે તમામ સમાજનાં ઉદ્યોગ સાહસિકોને 100 ટકા નાણાકીય લોન અપાશે.
- સ્વરોજગારી માટે GIDCમાં યુવાનોને 200 ચોરસ મીટર પ્લોટ ઝીરો ડાઉન પેમેન્ટ અને 5 વર્ષનાં મોરેસ્ટોરીયમ અને 5 વર્ષનાં વ્યાજ સાથેનાં હત્પા સાથેની ચુકવણીની શરતો સાથે ફાળવવામાં આવશે.
પાટીદાર/ સામાન્ય વર્ગ
- પાટીદાર આંદોલને બિનઅનામત સમાજનાં લોકોને શિક્ષણ અને રોજગારીની સમાન તક મળે તેવી લાગણીને વાચા આપી છે. પ્રત્યેક વ્યક્તિને સમાન તક મળે તેવો કોંગ્રેસનો પ્રયાસ રહ્યો છે.
- SC/ST/OBCને હાલની અપાયેલ 49 % અનામતમાં કોઇ પણ જાતનો ફેરફાર કર્યા વગર કોંગ્રેસ આગામી વિધાનસભામાં શક્ય તેટલા વધારે ફેરફારો કરીને વિધાનસભા સત્રમાં આર્ટિલક 31 (C)ને ધ્યાનમાં રાખીને બંધારણનાં આર્ટીકલ 46નાં પ્રાવધાનો આધારિત બિલ રજુ કરશે.
- આ બિલ અનુસાર જે સમુદાર આર્ટિકલ 46માં ઉલ્લેખ છે અને જેમને બંધારણ આર્ટીકલ 15 (4) અને 16 (4) હેઠળ લાભ નથી મળતો તેવા સમુદાયોને શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જનનો સમાન સમાન ન્યાય અપાવવા માટે હાલમાં ઓબીસીને મળતા તમામ લાભ સ્પેશ્યલ કેટેગરીને મળે તેવી જોગવાઇ કરાશે.
- આ કાયદામાં સ્પેશીયલ કેટેગરીમાં સમાવિષ્ઠ કરવાનાં સમુદાયને નિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેક હોલ્ડર્સ સાથે વિચારણા કરીને એક કમિશનની રચના કરવામાં આવશે.
- અગાઉ આર્થિક પછાત/સવરણ આયોગની રચા બાબતે પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ આયોગ પણ શૈક્ષણીક અને આર્થિક ઉપાર્જનની સમાન તક આપવાનાં ઉદ્દેશ્યમાં મદદ રૂપ થશે.