નવસારી: વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકારણ ચરણસીમાએ પહોંચ્યું છે. વડોદરામાં આમ આદમી પાર્ટીના રોડ શોમાં કેજરીવાલ વિરુદ્ધ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરાયો હતો, જ્યાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. તેવા સમયે વધુ એક માઠા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો છે. ખેરગામમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા સમયે આ ઘટના બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીના ખેરગામમાં કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલા હુમલા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ખેરગામમાં અંદાજિત 5000 હજારથી વધુ લોકો એકઠા થયા છે. બેકાબુ બનેલ લોકોએ જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીરની દુકાનમાં તોડફોડ કરી આગચંપી  કરી છે.


કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલાને લઈ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારા MLA પર કાયરતા પૂર્વક હુમલો કરાયો છે. ભાજપ દ્વારા કરાયેલો આ હુમલો નિંદનિય છે. કોંગ્રેસ આદિવાસીઓના હકની લડાઈ લડતી રહેશે. અંતિમ શ્વાસ સુધી આદિવાસી હિતની લડાઈ લડીશું.


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ખેરગામમાં કાર્યક્રમમાં જતી વખતે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થતો ખળભળાટ મચ્યો છે. ખેરગામની બજારમાં અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. બહેજમાં ગરબામાં ગવાયેલા ગીતને લઈને હુમલો થયો હોવાની શંકા સેવવામાં આવી છે. બહેજ ગામમાં અનંત પટેલ જ ચાલે તેવો ગરબો ગવાયો હતો. ગરબાનો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો હતો. વિવાદ બાદ વીડિયો વાયરલ કરનારે પણ માફી માગી હતી. 


ખેરગામમાં કાર્યક્રમમાં જતી વખતે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલામાં તેમની આંખમાં ગંભીર ઈજા પહોંચી છે. બીજી બાજુ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર પર હુમલાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અનંત પટેલ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. અનંત પટેલના સમર્થકોએ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે.


જુઓ આ પણ વીડિયો:-