અમદાવાદઃ અમદાવાદની દરિયાપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતાનાં મતવિસ્તારમાં વિકાસનાં કામો ન થતા હોવાનો તંત્ર પર આક્ષેપ કર્યો છે...આ માટે તેમણે વિસ્તાર દીઠ નામ સાથે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે...જો કે મનપાનાં સત્તાધીશોએ ગ્યાસુદ્દીનનાં આક્ષેપોને ચૂંટણીલક્ષી ગણાવ્યા છે.
    
વિધાનસભાની ચૂંટણી હવે દૂર નથી...ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, ત્યારે  દરિયાપુરથી કોંગ્રસનાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને યાદ આવ્યું છે કે તેમનાં મતવિસ્તારમાં ઘણા કામો નથી થયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તેમણે ફરિયાદની સાથે પોતાની વ્યથા ઠાલવી છે. ગ્યાસુદ્દીન શેખનો આક્ષેપ છે કે તેમણે 5 કરોડ રૂપિયાનાં કામ મંજૂર કરાવ્યા હોવા છતા શાહપુરનાં દુધેશ્વરમાં ડ્રેનેજ, પાણી અને રસ્તાનાં કામો નથી થયા. 


આ પણ વાંચોઃ Junagadh: વિસાવદરના શહેર પ્રમુખ સહિત આપના 35થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા


ગ્યાસુદ્દીન શેખે દુધેશ્વરમાં વિકાસના કામો ન કરવા પાછળ સત્તા પક્ષ પર રાજકારણ રમવાનો પણ આક્ષેપ કર્યો છે, જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગ્યાસુદ્દીનનાં આ દાવાને ફગાવતાં દાવાને ચૂંટણીલક્ષી ગણાવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube