ગેનીબેને ઉઠાવ્યો નવો મુદ્દો, ધર્મ પરિવર્તનને લઈને કહી આ મોટી વાત
Geniben Thakor On Religious Conversion : વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે ધર્મગુરુ અને વડીલોને કરી અપીલ... સરકાર પર પ્રહાર કરતા કહ્યુ- જય શ્રી રામના નારાથી નહીં, ગરીબોનું રક્ષણ કરવું છે જરૂરી...
Congress MLA Geniben Thakor બનાસકાંઠા : ગુજરાત કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે. તેઓ પોતાના બેબાક અંદાજ માટે ફેમસ છે. ગુજરાત કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હંમેશા અનોખા અંદાજમાં જોવા મળે છે. તેમની સ્પષ્ટ બોલવાની આદતથી તેઓ જ્યાં હોય છે ત્યાં છવાઈ જાય છે. ગઈકાલે તેઓએ ડીજે પર પ્રતિબંધને લઈને મોટી વાત કરી હતી. તો આજે આદિવાસી લોકોના ધર્મ પરિવર્તનને લઈને મોટી વાત કરી છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે ધર્મગુરુ અને વડીલોને અપીલ કરી છે. તેમજ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, જય શ્રી રામના નારાથી નહીં, ગરીબોનું રક્ષણ કરવું જરૂરી છે.
વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ધર્મ પરિવર્તનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, વર્ષો પહેલા ટ્રાઇબલ એરિયાના આપણા આદિવાસી ભાઈઓએ ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કર્યો અને સારી નોકરીઓ મેળવી. એસસી સમાજ પણ બૌદ્ધ ધર્મ તરફ હવે આગળ વધી રહ્યો છે. આપણે આપણા સમાજ માટે કઈ નહિ કરીએ તો બીજા સમાજો પણ બીજા ધર્મ તરફ વળશે.
ગુજરાત માટે ગર્વની વાત : આ ફેમસ ગુજરાતી ફિલ્મની રિમેક બનાવશે અજય દેવગન
હિન્દુ ધર્મની રક્ષા કરતા ધર્મગુરુઓ અને આગેવાનો વડીલોને ગેનીબેન ઠાકોરે હિન્દુ ધર્મના રક્ષણ કરવા અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, હિન્દુ ધર્મની રક્ષા કરવી તેમને મદદ કરવી આપણો ધર્મ છે. ભાષણ કરવાથી કે ભારત માતાકી જય બોલવાથી જય શ્રી રામ બોલવાથી નહિ, પરંતુ સરકારે ગરીબોનું રક્ષણ કરવાનું કામ કરવું જોઈએ. લોકશાહીમાં અન્યાય કરવા વાળા ભેદભાવ રાખવાવાળા લોકો વોટ લેવા આવે ત્યારે જવાબ આપવો પડે કે આમાં પણ અસ્પૃશ્યતા આવે છે. ભાભરમાં વાલ્મિકી સમાજના સમુહલગ્નમાં ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપ્યું હતું.
તલાટીની પરીક્ષામાં થઈ ગઈ મોટી ભૂલ, ઢગલાબંધ ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાની રહી ગઈ
તો ગઈકાલે એક કાર્યક્રમમાં ગેનીબેને DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા આહવાન કર્યુ. તેમણે કહ્યું કે, DJ વગર લગ્નના ફેરા ફરવા ના પાડનાર દિકરા- દિકરીઓની જીદ સામે માતા પિતાએ પોતાનાં દિકરા- દિકરીઓ સમજાવવાના પ્રયાસો કરવા પડશે. DJ ના કારણે લગ્ન પ્રસંગ માં મતભેદ ઊભા થાય છે. સાથે સાથે DJ ના કારણે જીવજંતુને પણ આડ અસરો થાય છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન, DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડતી દીકરીઓને ઘરે લાવવાનું શું કામ!
તમારા કોઈ પૂર્વજોએ બેંકમાં રૂપિયા છોડ્યા છે? બેંક શોધી રહી છે 35 હજાર કરોડના વારસ