Banaskantha News : છેલ્લાં કેટલાક સમયથી વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના ભરપેટ વખાણ કરી રહ્યા હતા. આ વખાણ તેઓ જાહેરમાં કરતા હતા. જેથી તેમના ભાજપમાં જોડાવાની વાતો વહેતી થઈ હતી. ત્યારે આ અફવાઓ વચ્ચે ગેનીબેને ભાજપમાં જોડાવાનો ઈન્કાર કર્યો. વાવ ભાભર સુઈગામ તાલુકા કોંગ્રેસના સંકલ્પ સત્યાગ્રહ સંમેલનમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, અનેક આગેવાનો અને કાર્યકરો અવાર નવાર ભાજપમાં જવાની વાતો કરે છે. ભાજપના લોકો પણ વાતો કરે છે કે ગેનીબેન લોકસભા પહેલા ભાજપમાં જશે. ભાજપમાં જવાની વાતો તો રહેવા દો પરંતુ જીવું છું ત્યાં સુધી એ તરફ નહી જાઉં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવના ભાભર સૂઈગામ તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ સંમેલનું આયોજન કરાયુ હતું. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપમાં જવાની વાતને વખોડી હતી. કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં ગેનીબેને જણાવ્યું કે, એમ બોલે છે કે બધા વાતો કરે છે કે લોકસભાની ચૂંટણી પહેલા ગેનીબેન ભાજપમાં જશે, પણ હું કહું છું ભાજપમાં જવાની વાત તો જવાદો પણ હું જીવું ત્યાં સુધી ઓશીકું પણ એ બાજુ નહિ કરું.


100 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ, ખાટલામાં બેસાડી બહાર કઢાયો


તેમણે કહ્યું કે, અનેક આગેવાન અને કાર્યકર્તાઓ અવારનવાર ભાજપમાં જવાની વાતો કરે છે અને ભાજપના લોકો પણ વાતો કરે છે કે ગેનીબેન લોકસભા પહેલા ભાજપમાં જશે. પરંતું ભાજપમાં  જવાની વાતો તો રહેવા દો પરંતુ જીવવું ત્યાં સુધી એ તરફ નહિ જાઉં. 


કર્યા હતા ભાજપના વખાણ
વિધાનસભાની ચૂંટણીમાં એક-બે વાર નહિ, પરંતું અનેકવાર ગેનીબેન ઠાકોરે જાહેરમાં ભાજપના વખાણ કર્યાં છે. કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સંતવાણી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા નડાબેટનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કર્યો છે. ત્યારે ભારત-પાકિસ્તાન સીમા પર નડાબેટનો સરકારે વિકાસ કર્યો છે. આજે અહીંયા લોકો ફરવા માટે આવી રહ્યા છે.  તેમજ વિશ્વનાં નકશામાં આજે નડેશ્વરી માતાનાં મંદિરને સ્થાન આપ્યું છે.


અમૂલથી રૂ.11 સસ્તું દૂધ અને રૂ.17 સસ્તું દહીં વેચે છે આ ડેરી, કેમ મળે છે સસ્તું?


કૃષ્ણની દ્વારિકાની જેમ ગુજરાતના આ વિસ્તારો પણ દરિયામાં ડૂબી જશે, ડરમાં જીવે છે લોકો


કાંકરેજના ચાંગા ગામે ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગેનીબેન કહ્યુ હતું કે, ભાજપની સ્ટ્રેટર્જી જુઓ,આખી સરકાર બદલી નાખે, જેની ટિકિટ કાપવી હોય એ કાપે તોય કોઈ ન બોલે. મુખ્યમંત્રી બદલાવી નાંખે છતા કોઈ કંઈ ના બોલી શકે. ટિકિટમાં જેની કાપવી હોય તેની કાંપી નાંખે. મંત્રીમંડળમાં ય એવું. ને આપણે કોંગ્રેસમાં હજુ કંઈ જ વધ્યું નથી તો ખબર નથી રોજ શેના ભાગ પડવાના રહી ગયા છે એ જ ખબર પડતી નથી. અને ચૂંટણીના ટાઈમે રીસામણા અને મનામણા પહેલા તો સાહેબ લગ્નની જેમ કુટુંબમા મનાવવા જાવુ પડતું. હવે તો આ ચૂંટણીમાં ચૂંટણી જાહેર થઈ નથી, ને જે ઉમેદવારને ટિકિટ મળી એના સગાવ્હાલાની અને સમાજની નજીકના માણસની બચારાની દશા બગડી નહિ. કેટલાય માણસોને તો બિચારાઓને ઘરે બેસી રહેવુ પડે છે. કે જુએ તમે ગાડી લઈને ઓફિસ આવ્યા તો વોટ નહિ આપું. મને 1.2 લાખ મત મળ્યા તો આમાંથી બે હજાર જ 5 વર્ષ લોહી પીવાના. ટિકિટ, કોન્ટ્રાક્ટ, પૈસા અને ગાડી, એ કે ત્યાં હાજર થવાનું આ બધું બે હજારવાળાને જ જોઈએ, બાકીના 1 લાખ તો કંઈ જ બોલતા નથી.


રાજકોટમાં પતિએ પત્નીનો ફોન જોયો અને પછી પડ્યો ધ્રાસ્કો, ખૂલ્યું એવું બધું કે


વધી રહેલા વિવાદ વચ્ચે અમૂલના MDનો મોટો ખુલાસો, જાણી લો શું આવી પહેલી પ્રતિક્રિયા


ભાજપને ખરીખોટી સંભળાવનાર ગેનીબેનના ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સૂર બદલાયા હતા. જાણે ઉલટી ગંગા વહેવા લાગી હોય. તેમ વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને જાહેરમાં કોંગ્રેસની સ્થિતિ મામલે બળાપો કાઢી ભાજપની સ્ટ્રેટર્જીના વખાણ કર્યા હતા. ગેનીબેનના મોઢે ભાજપની સ્તુતિ સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, ગેનીબેનની સ્પષ્ટ વક્તા તરીકે પ્રખ્યાત છે. તેમના મોઢેથી હંમેશા ભાજપના નેતાઓ માટે ધારદાર શબ્દો નીકળ્યા છે, ત્યારે ગેનીબેનના એકાએક સૂર બદલાવા પાછળ શું કારણ છે. જેથી તેમના ભાજપમાં જોડાવાની વાતો વહેતી થઈ હતી.