મહેસાણા: વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પાર્ટીઓની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તામાં નથી, ત્યારે આ વખતે ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવા માટે એક્શન પ્લાન ઘડી રહ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લામાં વિજાપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દિગ્ગજ નેતા ઉતારે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હું વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડવાનો છું. વિજાપુર બેઠક આ વખતે કોંગ્રેસ જીતશે. તેમણે ઉમેર્યું હતું કે, વસાઈ ડાભલા મારુ વતન છે. હું કોઈ વિસ્તારવાદમાં માનતો નથી. વિજાપુર બેઠક પર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ બની રહેશે. 



કોંગ્રેસના દિગ્ગજ નેતા સીજે ચાવડાએ વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડવા માટે જાહેરાત કરી છે. વિજાપુર બેઠક પર કોંગ્રેસના તમામ દાવેદારોએ સીજે ચાવડાને સમર્થન આપ્યું છે. વિજાપુર બેઠક પરથી કોંગ્રેસને એકપણ દાવેદારનો બાયોડેટા મળ્યો નથી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે પણ કોઈ બાયોડેટા ન આવ્યાની વાત સ્વીકારી છે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય સીજે ચાવડા છે.